:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વારાણસીમાં વડાપ્રધાન શરૂઆતથી જ આગળઃ 543 બેઠકોમાં વારાણસીની બેઠક સૌથી વધુ વીવીઆઇપી

top-news
  • 04 Jun, 2024

યુપીમાં 80 બેઠકોની મતગણતરી શરૂ થતાં વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં જ ઇવીએમમાં મતો નિકળી રહ્યાં હોવાનું જાણવા મળે છે. તેઓ પાચ લાખ કરતાં વધુ મતોની સરસાઇથી સતત ત્રીજીવાર વિજેતા બનશે. નોંધનીય છે કે 543 કુલ બેઠકોમાં  વડાપ્રધાનની બેઠક સૌથી વધુ હાઇપ્રોફાઇલ અને વીવીઆઇપી છે. જો કે તેમનો વિજય નક્કી જ છે પણ  તેઓ કેટલા મતોની સરસાઇથી જીતે છે તેના પર સૌની નજર છે.

દરમ્યાનમાં, મોદીને છેલ્લા બે ચૂંટણીમાં વારાણસી બેઠક પરથી મળેલા મતોની સંખ્યા જોઇએ તો,  લોકસભાની સામાન્ય ચૂંટણી-2019માં વારાણસી બેઠક પરથી સતત બીજી વખત ઉભા રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુલ મતદાન 1,060,829માંથી 674,664 મતો એટલે કે 63.62 ટકા મતો મળ્યા હતા જે અગાઉ કરતાં 7.25 ટકા વધારે હતા.
તેમની સામે ઉમેદવારી નોંધાવનાર સપાના ઉમેદવાર શાલિની યાદવને 195,159  મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 152,548  મતો મળ્યા હતા. અને મોદી 479,505 મતોની સરસાઇથી જીત્યા હતા.

 2014માં મોદીએ વડોદરા ઉપરાંત વારાણસી બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવી હતી. તે વખતે તેમને કુલ મતદાનના 581,022 મતો મળ્યા હતા જે કુલ મતદાનના  56.37 ટકા વધારે હતા. તે વખતે તેમની સામે ઉમેદવારી નોંધાવનાર આપ પાર્ટીના અરવિંદ કેજરીવાલને 209,238 મતો મળ્યા હતા અને  કોંગ્રેસના અજય રાયને માત્ર 75,614 મતો જ મળ્યા હતા. આ વખતે પણ  મોદીની સામે કોગ્રેસે અજય રાયને સતત ત્રીજી વખત ઉભા રાખ્યા હતા.

દરમિયાનમાં, 19 એપ્રિલથી શરૂ થયેલી 18મી લોકસભાની ચૂંટણીઓ માટે સાત કોઠા સમાન સાત તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને હવે સૌની નજર પરિણામ પર ટકેલી છે. દરેક તબક્કામાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન થયું છે. જોકે બંગાળમાં સૌથી વધારે 70 ટકાની ઉપર મતદાન થયું છે. કુલ 543 બેઠકો માટે 8,000 કરતા વધુ ઉમેદવારો મેદાનમાં હતા. 97 કરોડ મતદારોમાંથી અંદાજે 32 કરોડ મતદારો મતદાનથી દૂર રહ્યાં છે અને 60થી 62 કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

હિટવેવ અને ભીષ્ણ ગરમીમાં કદાચ પહેલીવાર આ ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં સંખ્યાબંધ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પણ નિધન પામ્યા હતા. ભીષણ ગરમીને જોતા આગામી ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજવી કે કેમ તેના વિશે પણ વિચારણ થઈ શકે.  આ ચૂંટણીઓમાં પ્રચારના કોઈ એક મુદ્દાને બદલે દરેક તબક્કામાં અલગ-અલગ મુદ્દા જોવા મળ્યાં હતા. જેમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના રાહુલ ગાંધી અને કોંગ્રેસના મેનિફેસ્ટોને નિશાન બનાવી પ્રહારો કર્યા હતા.