:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

લોકસભા પરિણામો પર કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ: સરકાર બનાવવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું- અમે અમાર ગઠબંધનના સહયોગીઓને કાલે મળીશું, પછી નિર્ણય લઈશું

top-news
  • 04 Jun, 2024

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સરકાર બનાવવાને લઈને રાહુલે કહ્યું કે અમે આવતીકાલે ગઠબંધન સહયોગીઓને મળવા જઈ રહ્યાં છીએ અને આવતીકાલે નિર્ણય કરીશું. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ લડાઈ બંધારણને બચાવવા માટેની હતી. તેમણે અમારા બેન્ક એન્કાઉન્ટ સીઝ કર્યા છે. પાર્ટીઓ તોડી, ત્યારે મારા મગજમાં હતું કે હિન્દુસ્તાનના લોકો એક થઈને લડશે. લોકોએ બંધારણને બચાવવાનું પહેલું અને સૌથી મોટું પગલું લીધું છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ ચૂંટણી ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટી એક પાર્ટીની વિરુદ્ધ લડી નથી. અમે સંસ્થાઓની વિરુદ્ધ લડ્યા છીએ. દરેક સંસ્થાઓ અમારી વિરુદ્ધ હતી. રાહુલે કહ્યું કે અમે આ ચૂંટણી લોકશાહી સંસ્થાઓની વિરુદ્ધ લડ્યા કારણ કે તે તમામ પર મોદી સરકારે કબજો કરી લીધો હતો. આ લડાઈ બંધારણને બચાવવાની હતી. 

કોંગ્રેસ પ્રમુખ ખડગેએ કહ્યું આ મોદીની નૈતિક હાર છે. તેઓ દરેક જગ્યાએ પોતાના નામ પર વોટ માંગતા હતા. અમે પ્રતિકળ માહોલમાં ચૂંટણી લડી. અમારા બેન્કના ખાતાઓને સીલ કરવામાં આવ્યા હતા. નેતાઓને જેલમાં નાંખવામાં આવ્યા. તેમણે કહ્યું કે શરૂઆતથી લઈને અંત સુધીનું કોંગ્રેસ પાર્ટીનું કેમ્પેન સકારાત્મક હતું. અમે મોંઘવારી, રોજગારી જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડી. તેમણે વધુમાં કહ્યું કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ્પેન કર્યું હતું, તેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. ખડગેએ કહ્યું રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ન્યાય યાત્રા સફળ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોની વચ્ચે જુઠ્ઠાણું ચલાવ્યું હતું.

દરમિયાનમાં, 19 એપ્રિલથી શરૂ થયેલી 18મી લોકસભાની ચૂંટણીઓ માટે સાત કોઠા સમાન સાત તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને હવે સૌની નજર પરિણામ પર ટકેલી છે. દરેક તબક્કામાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન થયું છે. જોકે બંગાળમાં સૌથી વધારે 70 ટકાની ઉપર મતદાન થયું છે. કુલ 543 બેઠકો માટે 8,000 કરતા વધુ ઉમેદવારો મેદાનમાં હતા. 97 કરોડ મતદારોમાંથી અંદાજે 32 કરોડ મતદારો મતદાનથી દૂર રહ્યાં છે અને 60થી 62 કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

હિટવેવ અને ભીષ્ણ ગરમીમાં કદાચ પહેલીવાર આ ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં સંખ્યાબંધ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પણ નિધન પામ્યા હતા. ભીષણ ગરમીને જોતા આગામી ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજવી કે કેમ તેના વિશે પણ વિચારણ થઈ શકે.  આ ચૂંટણીઓમાં પ્રચારના કોઈ એક મુદ્દાને બદલે દરેક તબક્કામાં અલગ-અલગ મુદ્દા જોવા મળ્યાં હતા. જેમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના રાહુલ ગાંધી અને કોંગ્રેસના મેનિફેસ્ટોને નિશાન બનાવી પ્રહારો કર્યા હતા.