:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ: દિલ્હીથી કેનેડા જતા વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી, તપાસ દરમિયાન કોઈ જ શંકાસ્પદ વસ્તુ ન મળી

top-news
  • 05 Jun, 2024

દિલ્હીના ઈન્દીરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કેનેડાના ટોરન્ટો શહેરમાં જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાનો એક ઈમેલ મળતા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતો. આ અંગેનો ઈમેલ એરપોર્ટને મંગળવારે રાતે 10.50 વાગ્યે મળ્યો હતો. આ મેલ મળ્યા પછીથી ફ્લાઈટમાં સઘન તપાસ કરવામાં આવી હતી. જોકે તપાસના અંતે કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. 

ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર જ્યારે પ્લેનની તપાસ કરવામાં આવી તો ધમકી એક છેતરપિંડી હોવાનું બહાર આવ્યું. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) ઓફિસને મંગળવારે રાત્રે 10.50 વાગ્યે એક ઈમેલ મળ્યો જેમાં કહેવામાં આવ્યું કે દિલ્હી-ટોરોન્ટો એર કેનેડાની ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને, સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.



તેમણે જણાવ્યું કે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે ચાર દિવસ પહેલા જ ઈન્ડિગો એરલાઈન્સના વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ચેન્નાઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની આ ફ્લાઈટમાં 172 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા. વિમાનમાંથી મુસાફરોને ઉતાર્યા પછી અને સુરક્ષા તપાસ પૂર્ણ કર્યા પછી, જ્યારે બોમ્બ મળ્યો ન હતો, ત્યારે તેને ટર્મિનલ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો. 

એક સપ્તાહમાં ઈન્ડિગો ફ્લાઈટ પર બોમ્બની આ બીજી ધમકી હતી. આ પહેલા 28 મેના રોજ દિલ્હીથી વારાણસી જતી ફ્લાઈટમાં પણ બોમ્બની ધમકી મળી હતી.આ ધમકીભરી નોંધ અંગે દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું હતું કે સવારે 5.35 વાગ્યે દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. શૌચાલયમાંથી મળેલી ચિઠ્ઠીમાં આ ધમકી આપવામાં આવી હતી. આ પછી તમામ મુસાફરોને પ્લેનના ઈમરજન્સી ગેટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક મુસાફરો ગભરાઈ ગયા અને પ્લેનમાંથી નીચે કૂદવા લાગ્યા.