:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મોદી તમે PM બનો પણ અમને સ્પીકર બનાવો: ચદ્રબાબુની પીપૂડી શરૂ, હવે વાજપેયી જેવું જ દબાણ મોદી પર; જાણો શું કહે છે આંધ્રપ્રદેશનાં નાયડું

top-news
  • 06 Jun, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હવે બધાનો સાથ જોઈએ છે. કારણ કે 2014 અને 2019માં  તો બીજેપીની પાસે 272થી વધુ સીટો હતી. જોકે આ વખતે ભાજની ગાડી 240 પર અટકી ગઈ છે. જોકે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે અને 9 જૂને શપથ લઈ શકે છે. 

જોકે ત્રીજી વખત એનડીએની સરકારમાં નરેન્દ્ર મોદીને જે બે પાર્ટીઓની સૌથી વધુ જરૂર છે, તેમાં એક છે તેલુગુ દેશમ પાર્ટીના ચદ્રબાબુ નાયડુ અને બીજા છે નીતીશ કુમારની જેડીયું. આ બંને પાર્ટીઓની પાસે 28 સાંસદ છે અને પાંચ વર્ષ સુધી એનડીએની સરકારને જાળવી રાખવા માટે આ બંનેનો સાથ ખૂબ જ જરૂરી છે.

નીતીશ કુમારની જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપીને એનડીએ સરકારમાં ઘણા મહત્વના પદો જોઈએ છે. નીતીશ કુમારે જ્યાં ચાર સાંસદો પર એક મંત્રીની ફોર્મ્યુલા આપી છે. તો બીજી તરફ ટીડીપીએ રોડ ટ્રાન્સપોર્ટેશન, સ્વાસ્થ્ય અને કૃષિ જેવા મોટા મંત્રાલય માંગ્યા છે. સાથે જ ટીડીપીની નજર લોકસભા સ્પીકરની ખુરશી પર પણ છે. એમ કહેવાઈ રહ્યું છે કે ટીડીપી લોકસભા સ્પીકરનું પદ પણ માંગી રહી છે. 

આ પહેલા વાજપેયી સરકારમાં પણ ટીડીપીએ લોકસભાનું સ્પીકર પદ જ રાખ્યું હતું. અટલ બિહારી વાજપેયીની સરકારમાં ટીડીપીના દિવંગત નેતા જેએમસી બાલયોગી લોકસભાના અધ્યક્ષ હતા. હાલ જ્યારે ટીડીપી ફરી એક વખત મહત્વની ભૂમિકામાં આવી છે તો ફરી તેની નજર સ્પીકરની ખુરશી પર છે.

ભાજપ અને તેના સાથી પક્ષોનું ગઠબંધન એટલે NDA જેને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ તરીકે ઓળખવામાં આવે છે. સરળ ભાષામાં સમજીએ તો ભાજપને પડખે ઉભા રહેનારા રાજકીય પક્ષો. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 240 બેઠકો પર વિજય તો મેળવ્યો પરંતુ આટલી બેઠકો દેશમાં રાજ કરવા માટે પુરતી નથી. દેશમાં જો રાજ કરવું હોય તો લોકસભાની 543 બેઠકોમાંથી 272 બેઠકો ઓછામાં ઓછી જોઈએ. આ 272ના આંકડાને ભાજપ અગાઉની લોકસભાની ચૂંટણીઓ એટલે કે 2019 અને 2014માં આબી ગઈ હતી.

એટલે ભાજપ સ્વતંત્ર પણે પોતાના નિર્ણયો કરી શકતી હતી. પરંતુ આ વખતે 272ના આંકડાને પહોંચી વળવા માટે ભાજપે તેના જ ગઠબંધનના પક્ષોની સહાય લેવી પડશે. આ પક્ષોની વાત કરીએ તો તેમાં ભાજપ પછી કોઈ પક્ષને સૌથી વધુ બેઠકો મળી હોય તેવો પક્ષ છે ટીડીપી જેનું સંપૂર્ણ નામ તેલુગુ દેશમ પાર્ટી, જેનું નેતૃત્વ હાલ ચંદ્રબાબુ નાયડું કરી રહ્યાં છે. 

બીજા નંબરની પાર્ટીની વાત કરીએ તો આ પાર્ટી એટલે નીતીશના નેતૃત્વવાળી જેડી(યુ), તેને 2024ની લોકસભા ચૂંટણીમાં ટીડીપી પછી સૌથી વધારે એટલે કે 12 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો છે. આ સિવાય એનડીએ ગઠબંધનના પક્ષોમાં એસએચએસ, એલજેપીઆરવીને અનુક્રમે 7 અને 5 બેઠકો પ્રાપ્ત થઈ છે. આમ નરેન્દ્ર મોદીએ આ વખતે કોઈ પણ નિર્ણય કરતી વખતે ટીડીપીનું નેતૃત્વ કરનાર ચંદ્રબાબુ નાયડુ અને જેડીએસનું નેતૃત્વ કરનાર નીતિશ કુમારને પુછવું પડશે અને તે પછીથી જ મોદી આગળ વધી શકશે.