:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પુનાના પોર્શે અને અમદાવાદના તથ્યકાંડનું સુરતમાં પુનરાવર્તન: હોન્ડા સિટી કારના ડ્રાઈવરે રોડની સાઈડમાં બેઠેલા 6 લોકોને અડફેટે લીધા, પિતા-પુત્ર સહિત 3નાં મોત, 2 વ્યક્તિઓને ગંભીર ઈજા

top-news
  • 08 Jun, 2024

સુરતમાં ગઈકાલે રાત્રે 2 વાગ્યાની આસપાસ મોટા વરાછા રિંગરોડ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત થયો હતો. ફુલ સ્પીડમાં આવતી હોન્ડા સિટીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 6 લોકોને અડફેડે લીધા હતા. આ ઘટનામાં પિતા-પુત્ર સહિત કુલ 3 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય 4 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પૈકીના બેની હાલત ગંભીર છે. તેમાંય એક તો સગર્ભા છે. તેમજ કારે ચાર જેટલા ટુ-વ્હિલરને પણ ઉડાડતા એક બાઈક કારની નીચે આવી જતા ઢસડ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ કાર ચલાવતી વખતે ચાલકને ઝોકું આવતા અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. ઉત્રાણના પીઆઈ એ.ડી. મહંતે જણાવ્યું છે કે, જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલ નામના વ્યક્તિ દ્વારા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અમરોલીના સ્ટાર ગેલેક્સી છાપરાભાઠા રોડ વરિયાવ વિસ્તારમાં રહે છે. પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું છે કે, તેઓ પોતાના અમદાવાદના સંબંધી જે કેન્સરથી પીડિત છે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખબર અંતર પૂછીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તે સુરતના રીંગ રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એકાએક જોકું આવી જતા સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેના કારણે અકસ્માત થયો છે.

જેમાંથી બેની હાલત ગંભીર છે. તેમાંય એક તો સગર્ભા છે. તેમજ કારે ચાર જેટલા ટુ-વ્હિલરને પણ ઉડાડતા એક બાઈક કારની નીચે આવી જતા ઢસડ્યું હતું.પ્રાથમિક માહિતી મુજબ કાર ચલાવતી વખતે ચાલકને ઝોકું આવતા અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. ઉત્રાણના પીઆઈ એ.ડી. મહંતે જણાવ્યું છે કે, જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલ નામના વ્યક્તિ દ્વારા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અમરોલીના સ્ટાર ગેલેક્સી છાપરાભાઠા રોડ વરિયાવ વિસ્તારમાં રહે છે. પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું છે કે, તેઓ પોતાના અમદાવાદના સંબંધી જે કેન્સરથી પીડિત છે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખબર અંતર પૂછીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તે સુરતના રીંગ રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એકાએક જોકું આવી જતા સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેના કારણે અકસ્માત થયો છે.



પોલીસ દ્વારા હાલ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી નશાની હાલતમાં હતો કે કેમ તેને લઈને બ્રિથ એનેલાઇઝરથી તપાસ કરવામાં આવી છે. તેમજ બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આરોપી અકસ્માત સમયે નશાની હાલતમાં ન હોવાનું જણાય આવ્યું છે. પોલીસ દ્વારા હજી પણ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી લેવામાં આવી છે. આરોપીની સામે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, મોડીરાત્રે બે વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલી કારના ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ત્યાં સાઈડમાં બાઈક બેઠેલા 6 લોકોને અટફેટે લીધા હતા.

જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ચાર રસ્તે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ઉતરણ પોલીસ દ્વારા આ કારચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અકસ્માતમાં બચી ગયેલા અજય મિયાણીએ જણાવ્યું હતું કે, અમારી એક બહેન ગામડેથી આવી હતી એટલે અમે બધા ત્યાં બેસવા ગયા હતા. પરમદિવસે અમારે પણ કામ હોવાથી ગામડે જવાનું હતું. આથી અમે બધા બેઠા હતા અચાનક 100 કિમીની ઝડપે કાર આવી અને બધાને ઉડાડ્યા હતા. અકસ્માત જોવાની મારી હિંમત જ નહોતી, હું પોતે ભાનમાં નહોતો. મને એક પગમાં, છાતી અને એક હાથમાં ઇજા થઈ છે. ફ્રેક્ચર થઈ ગયું હોય તેવું લાગે છે. મારા પરિવારમાં ભાણેજ અને જીજાજી એક્સપાયર થઈ ગયા છે.