:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

બીજેપીના નવા અધ્યક્ષ અંગે મોટા સમાચાર: નવા અધ્યક્ષની નિમણૂંક સુધી જે પી નડ્ડા અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે, વર્ષ 2020માં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા

top-news
  • 11 Jun, 2024

બીજેપીના નવા  અધ્યક્ષને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એમ કહેવાઈ રહ્યું છે કે નવા અધ્યક્ષની નિમણૂંક થાય ત્યાં સુધી જે પી નડ્ડા જ અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ, બીજેપીમાં અધ્યક્ષની ચૂંટણી સપ્ટેમ્બર સુધી થવાની શક્યતા છે. કાર્યકારી અધ્યક્ષની નિમણૂંક સુધી જે પી નડ્ડા પાર્ટી અને મંત્રાલય બંને કામને સાથે-સાથે જોતા રહેશે.

જેપી નડ્ડા 2019ની લોકસભા ચૂંટણી પછી જાન્યુઆરી 2020માં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે નડ્ડોનો બીજેપીના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જાન્યુઆરી 2023માં પૂરો થઈ ગયો હતો. જોકે લોકસભા ચૂંટણીને જોતા તેમનો કાર્યકાળ જૂન 2024 સુધી વધારવામાં આવ્યો હતો. જોકે  હવે ચૂંટણી થઈ ગઈ છે અને નડ્ડાને કેબિનેટમાં જગ્યા પણ આપવામાં આવી છે, એવામાં બીજેપીને નવા અધ્યક્ષ મળવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. 

આ રેસમાં બીજેપી ઓબીસી મોરચાના ચીફના લક્ષ્મણનું નામ પણ છે. લક્ષ્મણ તેલંગાનાથી આવે છે. તે એ જ રાજ્ય છે, જ્યાં બીજેપી આંધ્ર પ્રદેશ પછી દક્ષિણમાં સૌથી વધુ ધ્યાન આપી રહી છે. બીજેપી અધ્યક્ષની રેસમાં સુનીલ બંસલનું નામ પણ સામેલ છે, જે વર્તમાનમાં મહાસચિવ છે. સાથે જ તે પશ્ચિમ બંગાળ તેલંગાના અને ઓડિશા જેવા ત્રણ રાજ્યમાં ઈન્ચાર્જ પણ છે. 

એમ કહેવાઈ રહ્યું છે કે રાજસ્થાનથી રાજ્યસભા સભ્ય અને ભૈરોં સિંહ શેખાવતના શિષ્ય ઓમ માથુર પણ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની દોડમાં છે. માથુરને ચેહરા પર હાસ્યની સાથે પોતાની વાત કહેવા માટે ઓળખવામાં આવે છે. તે આરએસએસના પ્રચારક રહ્યાં છે અને પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના પ્રભારી પણ રહી ચુક્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ  લીધા બાદ આજે કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ આવાસ યોજના અંતર્ગત 3 કરોડ નવા ઘર બનાવવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોદી 3.0 કેબિનેટમાં સામેલ કુલ કેબિનેટ મંત્રીઓમાં 25 ભાજપના છે. જ્યારે 5 મંત્રી પદ સહયોગી પાર્ટીઓને આપવામાં આવ્યા છે. 

કેબિનેટની મળેલી પ્રથમ બેઠકમાં જ પ્રધાનમંત્રી આવાસ યોજનાને એક્સટેન્ડ કરવામાં આવી હતી. એમ કહેવાઈ રહ્યું છે કે આ યોજના અંતર્ગત નવા ત્રણ કરોડ ઘર બનાવવામાં આવશે. આ પહેલા આ યોજના અંતર્ગત ગામડાઓ અને શહેરોમાં કુલ 4.21 કરોડ ઘર બનાવવામાં આવ્યા હતા. આજે કેબિનેટની પ્રથમ બેઠક થઈ હતી. તેમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.