:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

1989 પછી અહીં કાશ્મીરી પંડિતો આવ્યા: આતંકવાદના ગઢ સમા પુલવામામાં 30 વર્ષ પછી ખુલ્યું મંદિર, હિન્દુ-મુસ્લિમોએ એક થઈને કરી પૂજા

top-news
  • 11 Jun, 2024

જમ્મુ-કાશ્મીરનાં પુલવામાં જિલ્લાનાં એક ગામમાં અંદાજે ત્રીસ વર્ષ પછી એક મંદિર ખુલ્યું છે. કાશ્મીરી પંડિતોએ મુર્રાન ગામમાં બરારીમાં આવેલા મંદિરમાં આજે ખાસ પાર્થના કરી છે. મુર્રાન ગામના પંડિત અને મુસ્લિમ સમુદાયના સભ્યોએ ત્રણ દાયદાથી વધુ સમય પછી મંદિરના દ્વાર ખોલ્યા અને વિશેષ પ્રાર્થના કરી અને પ્રસાદ વહેંચ્યો હતો. મંદિર ખુલવાથી ગામના પંડિતો ખૂબ જ ખુશ હતા. બંને સમુદાયોએ મળીને હવન કર્યો હતો. પંડિતોએ મીડિયાને જણાવ્યું કે મુર્રાન ગામમાં પરંપરા છે કે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયોના સભ્યો ભેગા થઈને આ પ્રસંગની ઉજવણી કરે છે.

પંડિતોએ કહ્યું આજે અમે ઘણા સમય પછી અમારા પંડિત ભાઈઓ સાથે અહીં ભેગા થયા છીએ. અમે અમારી ધાર્મિક માન્યતાઓ મુજબ હવન કરીએ છીએ અને અહીં મુસ્લિમો હંમેશા તેમની સાથે ખભે ખભા મિલાવીને ચાલતા આવ્યા છે. 1989માં ગામ છોડીને ભાગી ગયેલા પંડિતોની મિલકતો સલામત છે અને તે જ હાલતમાં છે. આજે જ્યારે તેઓએ હવનમાં હાજરી આપી ત્યારે ગામના મુસ્લિમોએ તેમનું દિલથી સ્વાગત કર્યું હતું અને દાયકાઓ પછી એક સાથે ધાર્મિક પ્રસંગો ઉજવવાનું જૂનું વાતાવરણ ગામમાં જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પુલવામા હંમેશાથી આતંકવાદનો ગઢ રહ્યો છે. અવારનવાર આતંકવાદ સાથે જોડાયેલા સમાચાર અહીંથી આવે છે. મંગળવારે પુલવામામાં બે વિસ્ફોટક ઉપકરણોની પુનઃપ્રાપ્તિના સંબંધમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ ઓવર ગ્રાઉન્ડ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. લગભગ છ કિલોગ્રામ વજનનું વિસ્ફોટક ઉપકરણ રવિવારે મળી આવ્યું હતું અને તેને નષ્ટ કરી દેવામાં આવ્યું છે. 

જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 3 જૂને LeT કમાન્ડર રિયાઝ ડાર અને તેના સહયોગી રઈસ ડારના મૃત્યુ પછી વધુ તપાસ દરમિયાન, પોલીસે માર્યા ગયેલા આતંકવાદીઓના ઓવર ગ્રાઉન્ડ વર્કર નેટવર્કમાંથી વિસ્ફોટકો જપ્ત કર્યા છે. તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓને આશ્રય અને લોજિસ્ટિક સપોર્ટ આપવા બદલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હજુ બે દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના રિયાસી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ બસ કાબૂ બહાર ગઈ હતી અને ખાઈમાં પડી હતી.