ઈટાલીએ "નમસ્તે" કહીને વિશ્વના દેશોને આવકાર્યા: PM જ્યોર્જિયા મેલોનીએ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડન સહિતના મહેમાનોનું ભારતીય પ્રણાલીથી સ્વાગત કર્યું; જૂઓ VIDEO
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan13062024_131147_Italy 2.webp)
- 13 Jun, 2024
50મું G7 શિખર સમ્મેલન 13 જૂનથી 15 જૂન સુધી ઈટાલીના અપુલિયામાં બોર્ગો ઈગ્નાજિયાના રિસોર્ટમાં યોજાઈ રહ્યું છે. આ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રો, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ફ ભાગ લેવા માટે ઈટાલી પહોંચ્યા છે. આ દરમિયાન ઈટાલીના પીએમ મેલોની પર ભારતની છાપ જોવા મળી છે. તેમણે સમ્મેલનમાં ભાગ લેવા માટે આવી પહોંચેલા વિદેશી મહેમાનોનું "નમસ્તે" કહીને સ્વાગત કર્યું હતું.
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ મહેમાનોનું અલગ રીતે સ્વાગત કર્યું. તેમણે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ફ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનનું અભિવાદન કર્યું. આ સ્ટાઈલમાં તેમના સ્વાગતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ભારતીયો પણ મેલોનીના ખૂબ વખાણ કરી રહ્યા છે.
જો બાઈડન અને ઋષિ સુનકનું પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ બાઈડને મેલોનીને સલામી આપી હતી. આ કોન્ફરન્સમાં પીએમ મોદી પણ હાજરી આપશે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. ભારત G7 કોન્ફરન્સમાં મહેમાન દેશ તરીકે ભાગ લે છે. ભારત આ 11મી વખત G7 કોન્ફરન્સમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી કોન્ફરન્સમાં ઘણા મુદ્દાઓ પર વાત કરશે. તેઓ G7 કોન્ફરન્સમાં ભારત સહિત ગ્લોબલ મુદ્દાઓને ઉઠાવશે.
#WATCH | Borgo Egnazia: Italian PM Giorgia Meloni receives German Chancellor Olaf Scholz, as he arrives for the 50th G7 Summit.
— ANI (@ANI) June 13, 2024
(Video Source: Reuters) pic.twitter.com/wQ5oMakmxA
ઈટાલીની તેમની મુલાકાત અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર હું 14 જૂન 2024ના રોજ G7 આઉટરીચ સમિટમાં ભાગ લેવા ઈટાલીના અપુલિયા પ્રદેશની યાત્રા કરી રહ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે આઉટરીચ સત્રમાં ચર્ચા દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, એનર્જી, આફ્રિકા અને મેડિટેરેનિયન પર ફોકસ કરવામાં આવશે. હું સમિટમાં ભાગ લેનારા અન્ય નેતાઓને મળવા માટે પણ આતુર છું.