પોતાનાએ જ કર્યું કારસ્તાન: સુરતમાં બીજા કોઈએ નહીં સગા મામાએ જ કર્યું કઈંક આવું, હવે કોના પર વિશ્વાસ મુકવો? જાણવા જેવી ઘટના
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan15062024_112149_Rape 22.webp)
- 15 Jun, 2024
દેશમાં દિવસે-દિવસે રેપના બનાવોની સંખ્યા વધી રહી છે. આવો જ એક કિસ્સો રાજ્યના માનચેસ્ટર ગણાતા સુરતમાં સામે આવ્યો છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં સગા મામાએ જ 9 વર્ષની ભાણેજ પર દુષ્કર્મ આચરતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જેમને પણ આ સમાચાર મળ્યાં તેઓ આઘાત પામ્યાં હતા. મૂળ બિહારના ભાગલપુરનો રહેવાશી શખ્સ તાજેતરમાં ભેસ્તાનમાં રહેતી તેની બેનના ઘેર રોકાવા આવ્યો હતો.
શખ્સ રોજગારી માટે પોતાના ગામથી સુરત આવ્યો હતો. શનિવારે જ્યારે બેનની 9 વર્ષની ભાણી ઘેર એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈને તેણે ભાણીને શિકાર બનાવી હતી અને તેની પર રેપ કર્યો હતો. આ ઘટના બાદ ભારે આઘાતની લાગણી વ્યાપી હતી.
ઘટના બાદ પીડિતાના પિતાએ ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી હાલમાં ફરાર છે. પોલીસ કેસ નોંધીને વધુ તપાસ શરુ કરી છે. આ પહેલા માર્ચમાં પણ સુરતમાં 11 વર્ષની બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશ અને ઝારખંડ રહેવાશી બે શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો જેમને ઝડપી પાડવામાં આવ્યાં હતા. પીડિતા 18 માર્ચે તેના ઘરેથી ગુમ થઈ હતી, ત્યારબાદ પોલીસે ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 363 (અપહરણ) હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી અને તેને શોધવા માટે ઘણી ટીમો બનાવી હતી.
23 માર્ચના રોજ, છોકરીનો અર્ધ નગ્ન શરીર તે જ્યાં રહેતી હતી તે વિસ્તારની નજીક ઝાડીઓમાં ફેંકી દેવામાં આવ્યો હતો. ડોકટરોએ પાછળથી પુષ્ટિ કરી કે હત્યા કરતા પહેલા બાળકી પર બળાત્કાર થયો હતો.બંને છોકરીના પડોશમાં રહેતા હતા અને જે દિવસે તેણી ગુમ થઈ હતી તે દિવસે કામ છોડી દીધું હતું આ પછી તેમની બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.