વેલકમ ટીમ ઈન્ડિયા: ટીમનું દેશમાં ઢોલ-નગારા સાથે સ્વાગત; વર્લ્ડ કપની ટ્રોફીના આકારમાં બનાવવામાં આવી કેક, આ છે તેનું ખાસ આકર્ષણ
- 04 Jul, 2024
T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા દેશમાં આવી ગઈ છે. ટીમના ભારત આવવા પર ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ છે. દિલ્હી એરપોર્ટથી લઈને આઈટીસી મોર્યા હોટલ સુધી ક્રિકેટ ફેન્સે પોતાના ખેલાડીઓ માટે ડેકોરેશન કર્યું છે. હોટલ પહોંચવા પર ઢોલ અને નગારા સાથે ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું. હાલ એવી ચર્ચા કરવામાં આવી રહી છે કે એક કેક ઉજવણી માટે તૈયાર કરવામાં આવી છે.
આઈટીસી મોર્યા હોટલે ટીમ ઈન્ડિયાની જીતના પ્રસંગે એક સ્પેશિયલ કેક તૈયાર કરી છે. આ કેક ટીમ ઈન્ડિયાની જર્સીના કલરની છે. આ કેકની ખાસ વાત એ છે કે તેને સંપૂર્ણ રીતે ટીમ ઈન્ડિયાની જીતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
કેકનું ખાસ આકર્ષણ તેના પર લાગેલી T20 વર્લ્ડ કપની ટ્રોફી છે. જે દેખાવમાં અસલ લાગે છે. તેને સંપૂર્ણ રીતે ચોકલેટથી તૈયાર કરવામાં આવી છે. કેક પર ખેલાડીઓની ખાસ તસ્વીર પણ લગાડવામાં આવી છે. સાથે જ તેની પર બીસીસીઆઈનો લોગો પણ લગાડવામાં આવ્યો છે. કેક પર ખેલાડીઓની ખાસ તસ્વીર પણ લગાવવામાં આવી છે. સાથે જ તેની પર બીસીસીઆઈનો લોગો પણ લગાડવામાં આવ્યો છે. કેક પર લખવામાં આવ્યું છે, Big winners congratulations...
આઈટીસી મૌર્યાના એક્ઝિક્યુટિવ શેફ શિવનીત પહોજાનું કહેવું છે કે અમે વર્લ્ડ ચેમ્પિયન ટીમ માટે વિશેષ બ્રેકફાસ્ટ તૈયાર કર્યો છે. આ ખેલાડીઓ ઘણા સમયથી ટૂર પર હતા અને જીતીને પરત આવ્યા છે. આવામાં અમે તેમને સ્પેશિયલ બ્રેકફાસ્ટ ઓફર કરીશું, ખાસ કરીને એવી ચીજો, જે તેઓ પસંદ કરે છે અને જેના વિશે તેઓ સતત વાત કરે છે. જેમ કે છોલે ભટૂરે. અમે મિલેટ્સના પકવાનોને પણ સામેલ કર્યા છે. આ સિવાય અમે ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પણ ઘણી વાનગીઓ બનાવી છે.