T20માં ભારતના વિજયની વિક્ટ્રી પરેડ: દેશના ચેમ્પિયન્સને નિહાળવા મુંબઈના મરીન ડ્રાઈવ પર લોકોના ટોળેટોળા, વાનખેડે સ્ટેડિયમમાં પણ ભારે ભીડ...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04072024_130130_T20.webp)
- 04 Jul, 2024
29 જૂન 2024ના રોજ ભારતે સાઉથ આફ્રિકાને T20 વર્લ્ડ કપની ફાઈનલમાં 7 રનથી હરાવ્યું હતું. આ વિજય પ્રાપ્ત કરીને ભારતીય ટીમ T20માં બીજી વખત ચેમ્પિયન બની છે. ટીમ ઈન્ડિયાએ 29 જૂનના રોજ રમાયેલી ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને પછાડ્યું હતું. બ્રિજટાઉનના કેંસિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં ભારતે આ જીતની સાથે 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપને પોતાના નામે કર્યો છે. આજ વિજયની ખુશીના ભાગરૂપે આજે મુંબઈમાં વિક્ટ્રી પરેડ કાઢવામાં આવશે.
મુંબઈમાં ટીમ ઈન્ડિયાની ઓપન બસ વિજય પરેડ પહેલા જ મરીન ડ્રાઈવ પર લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે. અહીં દરેક લોકોને પોતાના ચેમ્પિયન્સની રાહ છે. થોડી જ વારમાં ચેમ્પિયન્સ ઓપન બસમાં બેસીને વિક્ટ્રી પરેડ કાઢશે.
ક્રિકેટ ફેન્સ મુંબઈના વાનખેડે સ્ટેડિયમની બહાર નાચતા-નાચતા ઉજવણી કરી રહ્યાં છે. આ ફેન્સ ટીમ ઈન્ડિયાના આવવાની રાહ જોઈ રહ્યાં છે. આ પરેડ સાંજે મરેન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી કાઢવામાં આવશે. આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ ટીમે ઓફિશિયલ એક્સ હેન્ડલ પર ચેમ્પિયન્સને અભિનંદન પાઠવ્યા છે.
મુંબઈમાં વિક્ટ્રી પરેડની તૈયારી પૂર્ણ ગઈ છે. ચેમ્પિયન્સનો વિજય રથ તૈયાર છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે વાદળી રંગની ખાલી બસ તૈયાર કરવામાં આવી છે. તેમાં સવાર થઈને તેઓ વિક્ટ્રી પરેડ માટે નીકળશે. હાલ ફેન્સની ભીડ પણ મોટા પ્રમાણમાં રોડ પર દેખાઈ રહી છે. દરેકને ચેમ્પિયન્સની રાહ છે.