:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી

top-news
  • 23 Jul, 2024

સુપ્રીમ કોર્ટે કહ્યં કે આ પરીક્ષા ફરીવાર લેવામાં નહીં આવે કારણ કે એ વાતનો કોઇ પૂરાવો નથી કે આ પરીક્ષામાં પવિત્રતાનું ઉલ્લંઘન થયું હતું. ચીફ જસ્ટીસની બેચે ચૂકાદો સુરક્ષિત રાખતા કહ્યું કે આ મામલાઓમાં ન્યાયાલય સમક્ષ ઉઠાવવામાં આવેલો મુખ્ય મુદ્દો એ છે કે એ આધાર પર પુનઃ પરીક્ષણ આયોજિત કરવાનો નિર્દેશ આપવામાં આવે કે પશ્રપત્ર લીક થયું હતું, અને પરીક્ષાના સંચાલનમાં  ખામીઓ હતી. ઉલ્લેખનીય છે કે નીટ યૂજી પરીક્ષા 571 શહેરોના 4750 કેન્દ્રો ઉપરાંત 14 વિદેશી શહેરોમાં યોજાઈ હતી.

વર્ષ 2024માં નીટની પરીક્ષામાં લગભગ 24 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા, તેમાં પણ ખાસ વાત તો એ છે કે, પરિણામમાં 67 વિદ્યાર્થીઓને ટોપર જાહેર કરવામાં આવ્યા. આ તમામ વિદ્યાર્થીઓએ 720માંથી 720 અંક મળ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓને 718 અને 719 અંકો પણ મળ્યા છે. આવું પરિણામ આવ્યા બાદ NEET UG પરીક્ષાને લઈને વિવાદ ઉભો થયો છે.

બિહારની રાજધાની પટનામાં NEET UGનું પેપર લીક થયું હોવાના આક્ષેપ લાગ્યા હતા. NTAએ પેપર લીકના કોઈપણ મામલાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. બિહાર પોલીસના ઇકોનોમિક ઓફેન્સ યુનિટે જણાવ્યું હતું કે, તેમણે આ કેસમાં ધરપકડ કરાયેલા સંગઠિત ગેંગના સભ્યો પાસેથી એડમિટ કાર્ડ, પોસ્ટ-ડેટેડ ચેક અને સર્ટિફિકેટ જપ્ત કર્યા છે. જોકે, સઘન તપાસ ચાલી રહી છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમનું કહેવું છે કે, અત્યાર સુધી એકત્રિત કરવામાં આવેલા પુરાવા પેપર લીકની પુષ્ટિ કરવા માટે પૂરતા નથી.

અગાઉ સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને આદેશ કર્યો હતો કે તમામ વિદ્યાર્થીઓનું પરિણામ શહેર અને કેન્દ્ર પ્રમાણે- શનિવારના બપોરના 12 સુધીમાં ઓનલાઈન અપલોડ કરી દેવામાં આવે. કોર્ટે 22 જુલાઈ સુધી કાઉન્સિલિંગ પર રોક લગાવવાથી ઈન્કાર કરી દીધો હતો. એજન્સીએ કહ્યું હતું કે કાઉન્સિલિંગમાં થોડો સમય લાગશે. તે 24 જુલાઈની આસપાસ શરૂ થશે. સીજેઆઈએ કહ્યું કે અમે આ મામલે સોમવારે જ સુનાવણી કરીશું.

અગાઉ સુપ્રીમ કોર્ટે NTAને પૂછ્યું હતું- 23.33 લાખ વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓએ તેમનું પરીક્ષા કેન્દ્ર બદલ્યું? તેના પર NTAએ જવાબ આપ્યો હતો કે કરેક્શનના નામે વિદ્યાર્થીઓએ સેન્ટર બદલી નાખ્યું છે. 15,000 વિદ્યાર્થીઓએ કરેક્શન વિન્ડોનો ઉપયોગ કર્યો હતો. જોકે, NTAએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માત્ર શહેર બદલી શકે છે અને કોઈ ઉમેદવાર કેન્દ્ર પસંદ કરી શકતા નથી. કેન્દ્રની પસંદગી એલોટમેન્ટ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. કેન્દ્રની ફાળવણી પરીક્ષાના બે દિવસ પહેલા જ થાય છે, તેથી તેઓને કયું કેન્દ્ર મળશે તે ખબર હોતી નથી.