:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે

top-news
  • 24 Jul, 2024

ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે મંગળવારે 23 જુલાઈના રોજ સંસદમાં મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. બજેટની રજૂઆત દરમિયાન દેશની જનતાની નજર રેલવેને લગતી જાહેરાતો પર પણ ટકેલી હતી. જોકે આ સમગ્ર સામાન્ય બજેટ દરમિયાન રેલવે શબ્દનો માત્ર એક જ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ બજેટ સમાપ્ત થયા પછી તરત જ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરોડો રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર આપ્યા છે. આ જાહેરાત ઓછી અને મધ્ય આવક ધરાવતા પરિવારો માટે ખૂબ જ મહત્વની છે. તો ચાલો જાણીએ આ વિશેષ જાહેરાત વિશે વિગતે...

રેલવે મંત્રીએ મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ખુશખબર આપતા કહ્યું છે કે, ભારતીય રેલવે હાલમાં 2500 નોન-એસી કોચ બનાવી રહી છે. આ સાથે આગામી 3 વર્ષમાં 10 હજાર વધારાના નોન-એસી કોચ બનાવવામાં આવશે. ભારતીય રેલ્વેનો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતા અને મધ્યમ વર્ગના પરિવારોને પોસાય તેવા ભાવે સુરક્ષિત રીતે મુસાફરી કરવા સક્ષમ બનાવવાનો છે.

ભારતીય રેલ્વેએ છેલ્લા કેટલાક વર્ષોમાં વંદે ભારત ટ્રેનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતીય રેલવે દ્વારા એક પછી એક નવી વંદે ભારત ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. આ મુદ્દે જ્યારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને પૂછવામાં આવ્યું કે, શું ભારતીય રેલ્વેનું ધ્યાન માત્ર વંદે ભારત અને ફ્લેગશિપ ટ્રેનો પર રહેશે, ગરીબો માટેની ટ્રેનો પર નહીં. પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રીએ કહ્યું કે, અમારી પાસે મોટી ઓછી આવક ધરાવતું જૂથ છે અને અમે તે જૂથને સંબોધિત કરી રહ્યા છીએ.

આ સાથે રેલમંત્રીએ કહ્યું કે, હાલમાં વધુને વધુ લોકો નોન એસી મુસાફરી સેવાઓની માંગ કરી રહ્યા છે. તેથી ભારતીય રેલ્વેએ એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. અમે 2500 નોન-એસી કોચ બનાવી રહ્યા છીએ. આગામી 3 વર્ષમાં અમે નિયમિત ઉત્પાદન સમયપત્રક ઉપરાંત વધારાના 10000 નોન-એસી કોચનું ઉત્પાદન કરીશું.