:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું

top-news
  • 26 Jul, 2024

પેરિસ ઓલિમ્પિક શરૂ થવાના ગણતરીના કલાકો પહેલા સૌથી મોટા સમાચાર આવ્યા છે. પેરિસમાં ઓલિમ્પિકની શરૂઆતના થોડા કલાકો પહેલા ટ્રેન નેટવર્ક પર મોટો હુમલો થયો છે. ફ્રેન્ચ રેલ્વે કંપની SNCFએ શુક્રવારે જણાવ્યું હતું કે, હાઇ-સ્પીડ TGV નેટવર્કને મોટું નુકસાન થયું છે. આ હુમલાનો ઉદ્દેશ્ય દેશના હાઈ-સ્પીડ નેટવર્કને નબળો પાડવાનો છે. ઉલ્લેખનીય છે કે પેરિસ ઓલિમ્પિકના શુભારંભ પહેલા ફ્રાંસમાં રેલવે નેટવર્ક પર મોટો હુમલો થતા હાલ 8 લાખ લોકોને અસર થઈ છે.

ટ્રેન નેટવર્ક પર હુમલાને લઈ SNCFએ તમામ મુસાફરોને તેમની મુસાફરી મુલતવી રાખવા અપીલ કરી છે. ટ્રેનના નેટવર્કમાં રહેલી ખામીઓને સુધારવાના પ્રયાસો ચાલુ છે. ટ્રેન ઓપરેટર SNCFએ શુક્રવારે પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહના કલાકો પહેલા જણાવ્યું હતું કે, ફ્રાન્સના હાઇ-સ્પીડ રેલ નેટવર્કને "દુર્ભાવનાપૂર્ણ કૃત્યો" દ્વારા ફટકો પડ્યો હતો જેમાં આગ લાગી હતી, જેના કારણે ટ્રેનોનું સંચાલન સંપૂર્ણ બંધ થયું હતું.

તપાસ કરતાં એક વ્યક્તિએ જણાવ્યું કે, TGV નેટવર્કને નાશ કરવા માટે મોટા પાયે કરવામાં આવેલો આ એક મોટો હુમલો છે. SNCFએ કહ્યું કે, ઘણા રૂટ પરની ટ્રેનો રદ કરવામાં આવી છે. રાષ્ટ્રીય રેલ ઓપરેટરે જણાવ્યું હતું કે 'SNCF એકસાથે રાતોરાત અનેક દુર્ભાવનાપૂર્ણ કૃત્યોનો ભોગ બની હતી. તેમણે કહ્યું કે, આ હુમલાઓમાં એટલાન્ટિક, ઉત્તરીય અને પૂર્વીય રેખાઓ પ્રભાવિત થઈ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, રેલ નેટવર્કને ખોરવવા માટે આગ લગાવવામાં આવી હતી આ ઘટનાઓને કારણે રેલ નેટવર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. હાઇ સ્પીડ ટ્રેનો ફરી શરૂ થવામાં થોડા દિવસો લાગી શકે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રેનોને અલગ-અલગ ટ્રેક પર મોકલવામાં આવી રહી છે પરંતુ અમારે મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવી પડશે.

આ તરફ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં દક્ષિણ-પૂર્વ લાઇનને અસર થઈ નથી. કારણ કે આ વિસ્તારોમાં હુમલાને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે. SNCFએ મુસાફરોને તેમની મુસાફરી મુલતવી રાખવા અને રેલવે સ્ટેશનોથી દૂર રહેવાની અપીલ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલાથી 8 લાખ મુસાફરો પ્રભાવિત થયા છે. પરિવહન મંત્રીએ યુરોસ્ટારની નિંદા કરી એમ પણ કહ્યું કે, તોડફોડની ઘટનાઓને કારણે લંડન અને પેરિસ વચ્ચેની તેની ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે. જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને ઘણી ટ્રેનો મોડી પડી છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પેટ્રિસ વર્ગ્રિટે ટ્વિટર પર એક પોસ્ટમાં ઘટનાઓને ગુનાહિત ગણાવીને વખોડી કાઢી છે.