:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ગુજરાત સરકારનો હાઈકોર્ટે ઉધડો લીધો: ગુજરાત હાઈકોર્ટે સરકારને કર્યો મોટો સવાલ, કહ્યું- પોલીસની ભરતી બાબતે શાં માટે બેવડી નીતિ રાખો છો ?

top-news
  • 26 Jul, 2024

ગુજરાત સરકારનો આજે ગુજરાત હાઈકોર્ટે પોલીસની ભરતી મામલે ઉધડો લીધો હતો. હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, પોલીસ ભરતી મુદ્દે સરકાર બેવડી નીતિ કેમ રાખે છે ? 252 પોલીસ અધિકારીની બઢતી અને અન્ય ભરતી બાકી કેમ છે અને સરકાર પોલીસ કર્મીઓની ભરતી ઝડપી નહીં કરે પરંતુ બઢતી તરત કેમ કરે છે તેવો સવાલ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારે પોલીસ કર્મચારીઓની ભરતી કરી નથી. તેના પગલે સ્ટાફની પણ હાલ ભારે અછત છે.

બઢતી અને ભરતી નિયમ કોને બનાવ્યો તેનો ખુલાસો આપવા કોર્ટે સરકારને આદેશ કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું પોલીસ ભરતી પ્રક્રિયાનો મુદ્દો કોર્ટમાં પેન્ડિંગ છે. જ્યારે અનેક લોકો આશા રાખી બેઠા છે. તો બીજી તરફ બઢતીના આદેશ ઝડપી થાય તેવી બેવડી નીતિ હોવાનું કોર્ટે અવલોકન કર્યું હતું

અરજદારના વકીલ હાર્દિક બ્રહ્મભટ્ટ કહ્યું કે, સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, અમે પોલીસ અધિકારીઓને બઢતી આપવા માંગીએ છીએ પરંતુ અમે GPSCની મંજૂરી માંગી છે અને જે પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે કોર્ટે કહ્યું કે, તમારી પાસે પોતાનો ભરતી બોર્ડ છે તો પછી તમે GPSC પર કેમ આધાર રાખો છો, બઢતી અને ભરતી માટે એક જ બોર્ડ હોવું જોઈએ તેવું પણ કોર્ટ ટાંક્યું હતું તેવી વિગતો હાર્દિક બ્રહ્મભટ્ટે આપી હતી