:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

નીતિ આયોગની બેઠક: ઈન્ડિયા ગઠબંધનથી મમતા બેનર્જીનો રસ્તો અલગ, આજે નીતિ આયોગની બેઠકમાં થશે સામેલ; આ વિપક્ષી CMએ કર્યો બહિષ્કાર

top-news
  • 27 Jul, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠકની અધ્યક્ષતા કરશે. ગવર્નિંગ કાઉન્સિલમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપ રાજ્યપાલ અને ઘણા કેન્દ્રીય મંત્રી સામેલ છે. પીએમ મોદી નીતિ આયોગના ચેરમેન છે. 

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, ઘણા વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ બજેટમાં ભેદભાવનો આરોપ લગાવતા બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. બહિષ્કાર કરનાર મુખ્યમંત્રીઓમાં તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિન, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની સાથે-સાથે આમ આદમી પાર્ટીની આગેવાનીવાળી પંજાબ અને દિલ્હી સરકાર સામેલ છે. આ સિવાય કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુક્ખૂ અને તેલંગાનાના સીએમ રેવંત રડ્ડીએ પણ બેઠકમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. 

જોકે તેનાથી વિપરીત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બેઠકમાં સામેલ થશે. બેનર્જીએ કહ્યું કે આ નેતાઓના અવાજને એક સામાન્ય મંચ પર ઉઠાવવો જોઈએ. તેની સાથે મમતાએ માંગ કરી કે નીતિ આયોગને ખત્મ કરી દેવું જોઈએ અને ફરીથી યોજના આયોગને સ્થાપવું જોઈએ. 

આ દરમિયાન બીજૂ જનતા દળના સાંસદ સસ્મિત પાત્રાએ વિપક્ષી દળોના નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાના નિર્ણયનું સમર્થન કર્યું છે અને કેન્દ્ર પર રાજ્યોને બજેટમાં તેમનો હિસ્સો આપવાથી ઈન્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. ઝારખંડ મુક્તિ મોર્ચાના સાંસદ મહુઆ માંઝીએ કહ્યું કે તેમની પાર્ટી રાજ્યોના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે. 

અધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠકમાં વિકસિત ભારત સાથે જોડાયેલા દ્રષ્ટિકોણ પત્ર પર ચર્ચા થશે. નિવેદન મુજબ, આ બઠકનો ઉદેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારોની વચ્ચે સહભાગી સંચાલન અને સહયોગને પ્રોત્સાહન આપવું, વિતરણ તંત્રને મજબુત કરીને ગ્રામીણ અને શહેરી બંને વસ્તી માટે જીવનની ગુણવત્તાને વધારવાનો  છે. બેઠકમાં ગત ડિસેમ્બરમાં આયોજિત મુખ્ય સચિવોના ત્રીજા રાષ્ટ્રીય સમ્મેલનની ભલામણો પર ધ્યાન આપવામાં આવશે.