:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

ઇસરોના ચેરમેન એસ.સોમનાથની મહત્વની જાહેરાત, 2035ના પહેલા સ્પેસ સ્ટેશનનું નામ ભારતીય અંતરિક્ષ સ્ટેશન હશે

top-news
  • 06 Dec, 2023

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ૨૦૩૫માં સ્પેસ સ્ટેશન તરતુ મૂકશે. આ સ્પેસ સ્ટેશનનું નામ હશે  ભારતીય અંતરિક્ષ સ્ટેશન. ઇસરોના ચેરમેન શ્રીધર પન્નીકર સોમનાથે થોડા સમય પહેલાં એવી  વિશેષ  માહિતી  આપી હતી કે ભારત ૨૦૩૫માં  પોતાનું સ્પેસ સ્ટેશન  તરતું મૂકશે. આ સ્પેસ સ્ટેશનનું નામ  ભારતીય અંતરિક્ષ સ્ટેશન હશે. ભારતીય અંતરિક્ષ સ્ટેશન પૃથ્વી ફરતે ગોળગોળ ફરતું રહેશે. આપણા ભારતીયઅંતરિક્ષ સ્પેસ સ્ટેશનનો હેતુ  અંતરિક્ષ સંશોધન, અંતરિક્ષ સંશોધન માટેની અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવવી,  લાંબા સમયગાળા માટે  સમાન અવકાશયાન મોકલવાં વગેરે હશે. 

એસ.સોમનાથે એવી માહિતી પણ આપી  હતી કે સ્પેસ સ્ટેશનની યોજના આમ તો આવતાં ૨૦ વર્ષ માટેની છે.આમ છતાં એક વખત આપણા ગગનયાન પ્રોજેક્ટને  ઉજળી સફળતા મળે ત્યારબાદ અમારું બધું ધ્યાન આ ભાવિ સ્પેસ સ્ટેશન તૈયાર કરવામાં હશે.વળી, આ ભાવિ  ભારતીય અંતરિક્ષ સ્ટેશનને તૈયાર કરવાની મહત્વાકાંક્ષી યોજનાના શરૂઆતના તબક્કે તેનાં ક્રિટીકલ મોડયુલ્સ અને તેની ખાસ પ્રકારની સિસ્ટમ તૈયાર થશે.ઉપરાંત, આ ભાવિ સ્પેસ સ્ટેશનમાં તબક્કાવાર ભારતના  અવકાશયાત્રીઓ સાથે મળીને અંતરિક્ષ સંશોધનના પ્રયોગો કરશે. વળી,માઇક્રોગ્રેવિટી સાયન્સ, મટિરિયલ્સ સાયન્સ, લાઇફ સાયન્સ વગેરે જેવા  અંતરિક્ષ સંશોધનના પ્રયોગો માટે  ઉત્તમ  પ્રકારની આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવશે. ચંદ્રયાન-૩ની ઝળહળતી સફળતા સાથે જ  આંતરરાષ્ટ્રીય  સ્તરે ઇસરોના વિજ્ઞાનીઓની અને એન્જિનિયરોની ટેકનિકલ સિદ્ધિની અને કાબેલિયતની ભરપૂર પ્રશસા થઇ રહી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎