:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

સંસદમાં થયેલ હુમલા અંગે મોટી ખબર , સંસદ હુમલાના કાવતરામાં 6 લોકો સામેલ હતા 4ની ધરપકડ, 2 લોકો ફરાર

top-news
  • 13 Dec, 2023

સંસદની અંદર અને બહાર  સ્મોક એટેક કેસમાં મોટું અપડેટ સામે આવ્યું છે. સંસદમાં હુમલાનું કાવતરું રચવામાં કુલ 6 લોકો સામેલ હતા જેમાં સંસદની અંદર હુમલો કરનાર સાગર શર્મા, મનોરંજન અને સંસદ બહાર સ્મોક એટેક કરીને નારેબાજ કરનાર નીલમ અને અણમોલ ઝડપાઈ ગયાં છે જ્યારે બાકીના 2 આરોપીઓ ફરાર છે. 5 આરોપીઓ દિલ્હી બહારથી આવ્યાં હતા અને એક દિલ્હીનો હતો. આ 5 આરોપીઓ ગુરુગ્રામમાં લલિત ઝા નામના શખ્સના ઘેર રોકાયા હતા. અને પછી એટેક કરવા સંસદ તરફ આગળ વધ્યાં હતા. 

 તમામ આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને મળ્યા હતા. આ પછી સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ પછી નિર્ધારિત દિવસે બે લોકો સંસદમાં પ્રેક્ષક બનીને પ્રવેશ્યા હતા. તેમની યોજના એક પ્રતીકાત્મક વિરોધ હતો. પરંતુ સૌથી મોટો સવાલ સંસદની સુરક્ષા વ્યવસ્થાનો છે. આટલી કડક સુરક્ષા હોવા છતાં ચારેય આરોપીઓ પોતાના ઉદ્દેશ્યમાં સફળ થયા હતા.

આઇબીએ અગાઉ દિલ્હી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને ઇનપુટ આપ્યા હતા, જેથી આવી ઘટના બનતા અટકાવી શકાય. જેને જોતા સંસદ અને તેની આસપાસ સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી હતી, પરંતુ બે લોકો સુરક્ષા વર્તુળ તોડીને સંસદમાં પ્રવેશ્યા હતા અને બે લોકો બહાર જ રહ્યા હતા. પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા બે યુવકો નીચે કૂદી પડ્યા. તેઓ એક બાંકડાથી બીજી બેંચ પર દોડવા લાગ્યા. આ દરમિયાન એક વ્યક્તિએ ગેસ કટર કાઢીને પીળો ધૂમાડનો છંટકાવ કર્યો હતો. આવી જ એક ઘટના સંસદની બહાર પણ બની હતી. સંસદમાં હાજર સાંસદોએ બંને યુવકોને પકડી લીધા હતા. તેમને જોરદાર માર માર્યા બાદ તેમણે સુરક્ષાકર્મીઓને સોંપી દીધા હતા. લોકસભા મુલતવી રાખવામાં આવી હતી.

સંસદમાં બપોરે 1 વાગ્યાની આસપાસ સાગર શર્મા અને મનોરંજન નામના બે યુવાનો વિઝિટર ગેલેરીમાંથી કૂદીને લોકસભામાં પડ્યાં હતા. આ બે યુવાનો જ્યારે અંદર પડ્યાં ત્યારે કાર્યવાહી ચાલુ. કૂદ્યા બાદ તરત સાગર અને મનોરંજને પગરખાંથી કલર સ્પ્રે કાઢીને છાંટ્યો હતો જેમાંથી પીળા રંગનો ધૂમાડો ફેલાયો હતો અને સાંસદોમાં અફરાતફરી મચી હતી. સાંસદોને તો એવું જ લાગ્યું હતું કે તેમની પર કોઈ એટેક થયો છે. કેટલાક સાંસદો અને સિક્યુરીટી દ્વારા બન્ને યુવાનોને ઝડપી લેવામાં આવ્યાં હતા. તો બીજી તરફ સંસદની બહાર નીલમ અને અણમોલ ગુપ્તા નામના યુવાન-યુવતીએ બખેડો ઊભો કર્યો હતો. નીલમ નારેબાજી કરી હતી કે તાનાશાહી નહીં ચલેગી. 

શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે જણાવ્યું હતું કે સાંસદોએ બેમાંથી એક યુવાનને પકડ્યો હતો જ્યારે બીજાએ બાંકડા પર કૂદવાનું શરૂ કર્યું હતું. સંસદની અંદર અને બહાર બખેડો ઊભો કરનાર કુલ ચાર લોકો શખ્સો છે, જેમાં બે લોકસભાની અંદર ઘુસ્યાં હતા અને બે બહાર દેખાવ કરતાં હતા. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎