નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇને સાઇબર ક્રાઇમમાં મુકવામાં આવ્યા
અમદાવાદ શહેરમાં 4 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. નરોડા, નિકાલ, સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટના સહિત સાઇબર ક્રાઇમના પીઆઇની આતંરિક બદલી કરવામાં આવી છે.
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અમદાવાદમાં ચાર પોલીસ ઇન્સ્પેકટરની આંતરીક બદલીઓ કરી હતી. જેમાં નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.બી ખંભાલાને સાઇબર ક્રાઇમમાં બદલી કરી છે. જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટના પીઆઇ એન.આર.પટેલને નરોડા મુકવામાં આવ્યા છે.
નિકોલના પીઆઇ વી.ડી ઝાલાને સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ તથા સાયબર ક્રાઇમના એસ.આર.મુછાળને નિકોલ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યાં છે.
116 , 1