February 1, 2023
February 1, 2023

આજથી IPLનો ક્રિકેટ કાર્નિવલ

ચેન્નઈ અને કોલકાતા વચ્ચે પ્રથમ મેચ

ઈન્ડીયન પ્રિમીયર લીગ(IPL)ની 15મી સીઝનની શરૂઆત આજે મુંબઈ થઇ રહી છે. આજથી એટલે કે ક્રિકેટ કાર્નિવલનો આરંભ થશે. ફાઈનલ સહિત કુલ ૭૪ મેચો રમાશે જેમાં આજે પ્રથમ મેચ ડિફેન્ડીંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. નોંધનીય છે કે, બંન્ને ટીમ આજે નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય સમય પ્રમાણે 7.30 વાગ્યાથી મેચ શરૂ થશે.

આ વખતે આઈપીએલની તમામ લીગ મેચો મુંબઈ, નવી મુંબઈ અને પૂણેમાં રમાશે. જેથી ભાગ લેનારી દસ ટીમોને ભારતના જુદા જુદા શહેરોમાં પ્રવાસ નહિં કરવો પડે તેમજ કોરોનાનો ભય પણ ઘટશે.

ચેન્નાઈ અને કોલકાતા મેચનું પ્રસારણ અધિકાર સ્ટાર નેટવર્ક પાસે છે. એટલા માટે આ મેચનું પ્રસારણ પણ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર જ કરવામાં આવશે. તમે સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર અલગ અલગ ભાષાઓમાં લાઈવ મેચ જોઈ શકશો.

 62 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved