September 25, 2022
September 25, 2022

ચીની સરકારનો વિરોધ કરવો Jack Maને ભારે પડ્યો!

Alibabaના 25.52 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

ચીનમાં સરકારનો વિરોધ કરવો સરળ નથી. ત્યાં સરકારનો વિરોધ કરનારને ભારે કિંમત ચૂકવવી પડે છે. જેનું ઉદાહરણ પોતે અલીબાબા ગ્રૂપ( Alibaba Group)ના ફાઉન્ડર જેક મા છે. ગયા વર્ષે જ્યારથી જેક મા એ સરકારનો વિરોધ શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધી તેમના ગ્રૂપને 344 અરબ ડોલર એટલે કે આશરે 25.52 લાખ કરોડનું ભારે નુકસાન થયુ છે.

એન્ટી મોનોપોલી રેગ્યુલેશનને લઈને ચીન સરકાર પાસે તેમનો વિવાદ ગયા વર્ષથી ચાલી રહ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં જેક મા એ ચીનના ફાઈનાન્સિયલ સિસ્ટમની ટીકા કરી હતી. જે બાદથી જ અલીબાબા ગ્રૂપનો ખરાબ સમય શરૂ થઈ ગયો એટલું જ નહીં જેક મા પોતે ગાયબ થઈ ગયા અને ત્યારથી ખુલીને સાર્વજનિક રીતે સામે આવી શક્યા નથી. તાજેતરમાં જ એવી ખબર આવી કે તેઓ હોંગકોંગમાં રહી રહ્યા છે અને તેમણે વિદેશ યાત્રા પણ કરી છે.

ચીનની સરકારી મીડિયા દ્વારા જેક મા વિરૂદ્ધ ઑનલાઈન દુષ્પ્રચાર પણ શરૂ થઈ ગયો છે. તેમની છબી ક્રૂર, રૂપિયા પડાવી લેનાર વેપારી તરીકે બતાવવામાં આવી.

એક વર્ષમાં જેક મા ના નેતૃત્વ વાળી ટેકનોલોજી સેક્ટરની દિગ્ગજ ચીની કંપની અલીબાબાની બજાર પૂંજીમાં લગભગ 344 અરબ ડોલરનો ભારે ઘટાડો આવ્યો છે. બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર આ દુનિયાભરમાં કોઈ કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશનમાં આવેલો સૌથી મોટો ઘટાડો છે.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved