November 30, 2022
November 30, 2022

ભારતીય ટીમની જર્સીમાં ચૂંટણીનાં પ્રચાર બાદ જાડેજા વિવાદમાં, ફોટો શેર કરાયા બાદ ચાહકોમાં નારાજગી

પોસ્ટર જોઈ ચાહકો જાડેજા પર ગુસ્સે થયા, ભારતીય ટીમનું અપમાન ગણાવ્યું

ગુજરાત વિધાનસભાની ઉત્તર જામનગર બેઠક ગુજરાત ચુંટણીમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે. ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ઉત્તર જામનગરની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જો કે તેમને જનતાનું કેટલું સમર્થન મળશે તે તો આવનારા પરિણામો જ કહેશે પણ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ તે કોંગ્રેસ પાર્ટીમાંથી એમના નણંદ તેમની સામે ઊભા છે તો બીજી તરફ વિપક્ષ સતત તેને નિશાન બનાવી રહ્યા છે.

આ બધા વચ્ચે એમને ચૂંટણી પ્રચાર પોસ્ટરમાં ભારતીય ટીમની જર્સીમાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અને પતિ રવિન્દ્ર જાડેજાના ફોટાનો ઉપયોગ કર્યો છે અને આ કારણે વધુ એક વિવાદ સર્જાયો છે. આ પોસ્ટર જોઈ ચાહકો જાડેજા પર ગુસ્સે થયા છે અને આ ભારતીય ટીમનું અપમાન ગણાવ્યું છે.

જણાવી દઈએ કે રિવાબાના ચૂંટણી પ્રચારના પોસ્ટર પછી આમ આદમી પાર્ટીના નેતાએ તેમના પર નિશાન સાધ્યું છે અને AAP ધારાસભ્ય નરેશ બાલિયાને તેમની આકરી ટીકા કરી હતી. એમને કહ્યું હતું કે પહેલા ભારતીય ખેલાડીઓ રાજકારણથી દૂર રહેતા હતા પણ હવે તેઓ ખુલ્લેઆમ રાજનીતિ કરી રહ્યા છે. આ ઉપરાંત ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે ભાજપે આ વિસ્તારને બરબાદ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી.

જો કે આ પહેલા રીવાબાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે એમના પતિ એમના માટે બૂસ્ટર ડોઝ સમાન છે અને એમને હંમેશા રાજનીતિ કારકિર્દીમાં રિવાબાને ટેકો આપ્યો છે.

 38 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved