માતાના ઘરેથી રાંધણ ગેસના સિલિન્ડરની ચોરી કરી હતી જેથી દારૂ ખરીદી શકાય
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લા ખાતેથી એક ખૂબ જ વિચિત્ર અને રસપ્રદ ઘટના સામે આવી છે. ચોર શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા જામી યેલમ્મા મંદિરમાંથી ઘરેણાંની ચોરી કરીને ભાગી રહ્યો હતો તે સમયે વેન્ટિલેશન બારીમાં જ ફસાઈ ગયો હતો અને રંગેહાથ ઝડપાયો હતો.
આ મામલે જિલ્લાના કાંચીલી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ચોરીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેના અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોર મંદિરમાંથી ચોરેલા ચાંદીના 9 ગ્રામના ઘરેણાં સાથે રંગેહાથ જ ઝડપાઈ ગયો હતો.
કાંચીલી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારી ચિરંજીવીએ જણાવ્યું કે, 30 વર્ષીય ચોરની ઓળખ પાપા રાવ તરીકે સામે આવી છે. તે દારૂનો બંધાણી છે અને તેના માટે ચોરી કરવાનો પ્રયત્ન કરતો રહે છે. અગાઉ તેણે પોતાની માતાના ઘરેથી રાંધણ ગેસના સિલિન્ડરની ચોરી કરી હતી જેથી દારૂ ખરીદી શકાય.
મંદિરના માલિક યેલ્લમાએ જણાવ્યું કે, ચોર કાંણામાંથી માતાની નાકની નથણી અને અન્ય ચાંદીના ઘરેણાં બહાર ફેંકતો જોવા મળ્યો હતો. મંદિરમાં અગાઉ કદી આ પ્રકારની કોઈ ઘટના નથી બનેલી. તે વેન્ટિલેશન બારી તોડીને અંદર ઘૂસ્યો હતો અને બહાર નીકળતી વખતે ફસાઈ ગયો હતો.
62 , 1