September 27, 2022
September 27, 2022

જામનગર એસઓજી પોલીસે મોડીરાત્રે બે શખ્સોને એમડી ડ્રગ્સ સાથે પકડ્યા

રૂ. બે લાખથી વધુની કિંમતનો જથ્થો જપ્ત

લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. જામનગર એસપીનો ચાર્જ સંભાળતાની સાથે જ એસપી પ્રેમસુખ ડેલુએ પોલીસ તંત્રને અસામાજિક પ્રવૃત્તિ, બુટલેગર, ખનીજ ચોરી, જુગાર-ક્લબ સહિતની લુખ્ખાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની જામનગરના નાગરિકોને ખાતરી આપી હતી. ત્યારે ચાર્જ સંભાળતાની સાથે જ પોલીસે એક્શન મોડમાં આવી શહેરમાંથી બે શખ્સો પાસેથી બે લાખથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. એસ.ઓ.જી પોલીસ દ્વારા નવનિયુક્ત એસ.પીએ ડ્રગ્સ સાથે બે શખ્સોને પકડી તેમનો હુંકાર બતાવ્યો છે.

જામનગરમાં બસ સ્ટેશન નજીક હોટેલમાં ઉતરેલા બે શખ્સો એમડી ડ્રગ્સ સાથે આવ્યા હોવાની વાતને લઈને એસઓજી પોલીસે ગઈકાલે ગુરૂવારે મોડી રાત્રે દરોડો પાડી બે શખ્સોને ઉઠાવી લીધા છે. પોલીસે બંનેના કબ્જામાંથી 20.4 ગ્રામથી વધુ ડ્રગ્સ કબજે કર્યું છે. પોલીસે રૂપિયા 2.04 લાખની કિંમતનું ડ્રગ્સ કબજે કરી ક્યાંથી ડ્રગ્સ લઇ આવી, કોને સપ્લાય કરવાની ફિરાકમાં હતા? આ બાબતોનો તાગ મેળવવવા તપાસ હાથ ધરી છે. તેમજ ડ્રગ્સના જામનગરમાં ફેલાયેલા નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે બંને શખ્સો સામે ફરિયાદ નોંધી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં મોડી રાત્રે એસઓજી પોલીસે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીની હાજરીમાં ઓપરેશન પાર પાડ્યું હતું. શહેરના બસ સ્ટેશનની સામે આવેલ હરસિદ્ધિ બિલ્ડીંગમાં બે શખ્સો ડ્રગ્સ સાથે ઉતર્યા હોવાની એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તાબડતોબ કાર્યવાહી શરૂ કરી હતી. રાત્રે અગિયાર વાગ્યે એસઓજીનો સ્ટાફ બસ સ્ટેશન વિસ્તારમાં પહોંચ્યો હતો. જ્યાંથી પોલીસે મોહસીન ઉર્ફે મુસો મહેબુબભાઈ રૂમી અને રીઝવાન મહમદભાઈ કારેઝા નામના બે શખ્સોને ઉઠાવી લીધા હતા.

 47 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved