સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી…
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ હવે માંડ 6-7 માસનો સમય બાકી છે ત્યાં રાજકીય પક્ષો દ્વારા તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ગુજરાત નેતા જયરાજસિંહ પરમાર આખરે 22 ફેબ્રુઆરીએ કેસરીયો ખેસ ધારણ કરશે આ અંગે તેમણે ટ્વીટર પર જાહેરાત કરી છે.
તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવાર ના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું..જય હિંદ..
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના આંતરવિવાદને કારણે જયરાજસિંહ પરમારે તાજેતરમાં પક્ષ સાથે છેડો ફાડ્યો હતો. ભાવુક થઈને તેમણે કહ્યું હતું કે, મે કારકિર્દી જોખમમાં મૂકી કામ કર્યુ છે, કોંગ્રેસમાં કોઈ સિસ્ટમ નથી. જયરાજસિંહ પરમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કોંગ્રેસ હટાવ્યું હતું. પોતાના કોંગ્રેસના હોદ્દાઓ દૂર કર્યા છે. સાથે જ તેમણે કાર્યકરો જોગ પત્ર પણ લખ્યો હતો. જેમાં પોતાને થયેલા અન્યાયનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ પોતાને ટિકિટ ન મળ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે.
71 , 1