September 25, 2022
September 25, 2022

JIOએ લોન્ચ કર્યો 1 રૂપિયાનો ધાંસૂ પ્લાન…

ટેલીકોમ કંપનીમાં JIOનો સૌથી સસ્તો પ્લાન, જાણો વિગત…

Reliance Jio તાજેતરમાં જ પ્રીપેડ પ્લાન મોંઘા કર્યા છે ત્યાં હવે Jioએ અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. પ્લાનની કિંમત સાંભળીને તમારા હોંશ ઉડી જશે. જીયોએ માત્ર 1 રૂપિયોનો પ્લાન લોન્ચ કર્યો છે. નોંધનીય છે કે, આ પ્લાન ખાસ કરીને My Jio App પર લિસ્ટ કરવામાં આવ્યો છે.

Jioનો 1 રૂપિયા વાળો પ્લાન
આ પ્લાન તે લોકો માટે સૌથી શાનદાર છે જે ફક્ત સિમને એક્ટિવ રાખવા માંગે છે. આ પ્લાનમાં કોલિંગ અને SMSની સુવિધા નથી. 1 રૂપિયા વાળા આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી આવે છે. આ પ્લાન ફક્ત 100MB ડેટા આપે છે. ડેટા ખતમ થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 60kbps થઈ જશે.

રિલાયન્સ જિયોનો નવો રૂ. 1 પ્લાન અધર પ્લાનમાં જોવા મળશે. 1 રૂપિયાનો પ્રીપેડ પ્લાન 100MB ડેટા સાથે આવે છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. તેને દસ વખત રિચાર્જ કરવા પર તમને લગભગ 1GB ડેટા મળશે.

એટલે કે, તમે માત્ર 10 રૂપિયામાં 30 દિવસ માટે 1GB ડેટાનો લાભ લઈ શકો છો. આ કંપનીના રૂ.15ના 1GB 4G ડેટા વાઉચર સાથે સસ્તું છે. ટેરિફમાં વધારા બાદ Jio 15 રૂપિયામાં 1GB ડેટા ઓફર કરી રહ્યું છે. 100MB ડેટા ખતમ થયા પછી, સ્પીડ ઘટીને 64Kbps થઈ જશે.

ભારતનો સૌથી સસ્તો પ્લાન
જીયોનો 1 રૂપિયા વાળો આ પ્લાન દેશનો સૌથી સસ્તો પ્લાન બની ચુક્યો છે. જીયો ઉપરાંત કોઈ ટેલીકોમ કંપની 1 રૂપિયા વાળો પ્લાન ઓફર નથી કરી રહી.

 202 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved