શિવપાલ યાદવે અખિલેશ યાદવને લીધા આડે હાથ
યુપીમાં કાકા શિવપાલ યાદવ અને ભત્રીજા અખિલેશ યાદવ વચ્ચે હવે આર પારની લડાઈ ચાલી રહી હોય તેમ લાગે છે.
આમ તો બંનેના સબંધોમાં ખટાશ કેટલાય સમયથી આવેલી છે પણ આજે શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર શાબ્દિક હુમલો કરતા કહ્યુ હતુ કે, જેને મેં ચાલતા શીખવાડ્યુ હતુ તે જ મને કચડીને આગળ વધતો રહ્યો છે.
શિવપાલ યાદવે કહ્યુહ તુ કે, મેં મારા સન્માનના ભોગે પણ તેને સંતુષ્ટ કરવા માટે પ્રયાસ કર્યો હતો પણ એ પછી પણ જો હું નારાજ છું તો તેણે મારા હૃદયને કેટલી ઠેસ પહોંચાડી હશે તે સમજી શકાય તેમ છે.
ઉલ્લેખનીય છે કે, અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચેના સબંધોમાં યુપીની ચૂંટણી બાદથી જ કડવાશ આવી ગઈ હતી અને તેના પગલે એવી પણ અટકળો શરુ થઈ હતી કે , શિવપાલ યાદવ ભાજપમાં જોડાઈ શકે છે. જોકે હજી સુધી આ અટકળો સાચી પડી નથી પણ અખિલેશ સાથે તેમની લડાઈ ઉગ્ર બની રહી છે.
72 , 1