February 2, 2023
February 2, 2023

પતિ સૈફ અલી ખાનની વિક્રમ વેધાને કરીના કપૂરે બ્લોકબસ્ટર ફિલ્મ બતાવી

રાકેશ રોશને કહ્યું- કમાલની ફિલ્મ છે

સૈફ અલી ખાન અને ઋત્વિક રોશનની આવનારી ફિલ્મ વિક્રમ વેધાને લઈ સિને પ્રેમિયોમાં ઇંતેજારી જોવામાં આવી રહી છે અને આ ફિલ્મ આગામી શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે આ ફિલ્મ અંગે સેલિબ્રિટીઝના રિવ્યુ આવ્યા મળ્યા છે. અભિનેત્રી કરીના કપૂર ખાને આ ફિલ્મ જોઈ છે અને તેમણે આ ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી છે.

સેલિબ્રિટીઝ સ્ક્રીનીંગ પછી કરીના કપૂરે આ ફિલ્મ માટે એક ખાસ નોટ લખી છે. તેમણે લખ્યુ, “બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર્સ, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ ડાયરેક્ટર્સ, શું ફિલ્મ છે, બ્લોકબસ્ટર.”

કરીના સિવાય ઋત્વિકના પિતા ડાયરેક્ટર અને ફિલ્મ નિર્માતા રાકેશ રોશને પણ ફિલ્મ જોઈ છે અન આની ભારે પ્રશંસા કરી છે. તેમણે લખ્યુ છે કે, ફિલ્મ કમાલની છે. આનો શ્રેય ડાયરેક્ટરને જાય છે. કલાકારોએ અને આખી ટીમે સારુ કામ કર્યું છે.

 57 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved