જાનથી મારી નાખવાની ધમકી, કેન્દ્ર સરકાર એક્શનમાં..
કર્ણાટકમાં હિજાબ મુદ્દે ચુકાદો આપનાર ચીફ જસ્ટિસ સહિતના 3 જજને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. સોશિયલ મીડિયા પર કોઈકે વીડિયો પોસ્ટ કરીને જજની જાનથી મારી નાખવાની ધમકી આપી છે. વકીલનો આરોપ છે કે વીડિયો તમિલનાડુમાંથી મોકલાયો છે. તેમણે કહ્યું કે કર્ણાટકના માનનીય ચીફ જસ્ટિસને એવું કહીને ધમકી આપવામાં આવી કે તેમને ખબર છે કે ચીફ જસ્ટિસ મોર્નિંગ વોક માટે ક્યાં જાય છે. આ ધમકીમાં ઝારખંડના જસ્ટિસની હત્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વકીલ ઉમાપતિએ એવો આરોપ લગાવ્યો કે મને વોટ્સએપ પર એક વીડિયો મળ્યો મહતો જેમાં ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીની હત્યાની ધમકી આપવામાં આવી હતી. 15 માર્ચ કર્ણાટકના ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીએ એવો ચુકાદો આપ્યો હતો કે હિજાબ ધાર્મિક પ્રથાનો અનિવાર્ય હિસ્સો નથી. તેમણે કહ્યું કે હાઈકોર્ટ ક્લાસરુમમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધના સમર્થનમાં છે. તેમણે એવો પણ ચુકાદો આપ્યો હતો કે વિદ્યાર્થીઓએ યુનિફોર્મમાં સ્કૂલ-કોલેજ આવવું જોઈએ. વકીલે કહ્યું કે વીડિયો જોઈને મને ખૂબ આઘાત લાગ્યો.મેં તાત્કાલિક હાઈકોર્ટના રજિસ્ટારનો સંપર્ક સાધ્યો.
127 , 1