October 6, 2022
October 6, 2022

ખેડા : પાડોશી મહિલાની હત્યા કરનારને આજીવન કેદની સજા

નડિયાદ સેશન્સ અદાલતનો ચુકાદો

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કાલસર તાબે જોરાબંધમાં રહેતા કિરીટ ઉર્ફે કાળીયો ઉર્ફે કાભઈ ઈશ્વરભાઈ તળપદાએ ગત તા.3 સપ્ટેમ્બર 2020ના રોજ આશરે સવારે નવેક વાગ્યે આગરવા કેનાલ પર સીયાલ ચોકીથી આગળ મહી કેનાલે પાડોશી રામાભાઈ સુકાભાઈ તળપદાની પત્ની શકરીબેન જે કપડાં ધોતા હતા તેમને માથાના ભાગે ઈંટ મારી ઈજા પહોંચાડી કેનાલના પાણીમાં ફેંકી દીધા હતા.

રામાભાઈ તથા કિરીટ વચ્ચે ખેતરના શેઢા બાબતે અવારનવાર ઝઘડા થતા હોઈ આ ઝઘડાને કારણે કિરીટની પત્ની જતી રહી હોઈ તે પત્ની વગરનો થઈ ગયો હોવાથી, પાડોશી રામાને પણ પત્ની વગરનો કરી નાંખવા શકરીબેનની હત્યા કરી નાંખી હતી.

આ અંગે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. આ કેસ નડિયાદના એડી.સેશન્સ જજ ડી.આર.ભટ્ટની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ રાહુલ જી.બ્રહ્મભટ્ટની દલીલો, સાક્ષીઓની જુબાની, અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ અદાલતે આરોપી કિરીટ તળપદાને ઈપીકો કલમ ૩૦૨ના ગુનામાં આજીવન કેદની સજા, 25 હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા, મૃતકના પતિને ચાર લાખનું વળતર આપવા હુકમ કર્યો હતો.

 53 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved