February 1, 2023
February 1, 2023

કિશન ભરવાડ હત્યા કેસ મામલો, યુપી ATSના ગુજરાતમાં ધામા…

પકડાયેલા બન્ને મૌલાના યુપીમાં કોઈને નિશાન બનાવવાના હતા કે કેમ ? તે અંગે તપાસ..

ધંધૂકાના કિશન ભરવાડ નામના યુવકની સોશ્યલ મીડિયા પર 20 સેકન્ડ એક વીડિયો અપલોડ કરવા બદલ ગોળી ધરબી દઈ મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે.

આ બધાની વચ્ચે હવે યુપી એટીએસની ટીમે પણ તપાસમાં ઝંપલાવીને ગુજરાતમાં ધામા નાખ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઈકાલે ગુજરાત આવી પહોંચેલી યુપી એટીએસની ટીમ વિવિધ મુદ્દે તપાસ કરી રહી છે, ત્યારે આ મામલે હજુ અનેક રહસ્યો ખુલે તેમજ કડીઓ મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ અંગે જાણવા મળ્યા પ્રમાણે યુપી એટીએસની ટીમ ખાસ કરીને એ અંગેની તપાસ કરવા ગુજરાત આવી છે કે પકડાયેલા બન્ને મૌલાના કમર ગની ઉસ્માની અને મૌલાના અય્યુબના નિશાના ઉપર ઉત્તરપ્રદેશની કોઈ વ્યક્તિ હતી કે કે નહીં ? આ ઉપરાંત યુપી સાથે તેઓ કઈ રીતે જોડાયેલા છે ? યુપીના કોઈ યુવાન સાથે તેમનો સંપર્ક છે કે નહીં ? તે સહિતના મુદ્દે બારીકાઈથી તપાસ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ બન્ને મૌલાના યુવકોને ભડકાવવા માટે કુખ્યાત છે અને તેમણે ભડકાઉ ભાષણો લખી લખીને યુવકોને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કર્યું છે ત્યારે યુપીમાં તેમણે કેવા પ્રકારના કાંડ આચર્યા છે તેની તપાસ યુપી એટીએસ દ્વારા કરવામાં આવશે.

આ હત્યાને અંજામ આપનારા શબ્બીર અને ઈમ્તિયાઝ નામના યુવકો પણ મૌલાનાની વાતોમાં આવી જઈ નાની અમથી બાબતે હત્યા કરી બેઠા છે ત્યારે યુપીમાં પણ આ બન્ને મૌલાના યુવકોને ગેરમાર્ગે દોરી તો નથી રહ્યા ? તે સહિતની ઉલટ તપાસ પણ કરવામાં આવશે.

 98 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved