October 6, 2022
October 6, 2022

બોલિવૂડની ‘ટ્રેજેડી ક્વીન’ મીના કુમારીની બાયોપિકમાં રોલ કરશે ક્રિતી સેનન?

OTT પ્લેટફોર્મ મીના કુમારીના જીવન પર એક વેબ સિરીઝ લાવવાનું આયોજન

ક્રિતી સેનન પાસે આજકાલ ફિલ્મોની લાંબી યાદી છે. હાલમાં જ તેની કેટલીક ફિલ્મો રિલીઝ થઈ છે જે હિટ સાબિત થઈ છે. તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ માં તેની સાથે અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝ પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા.જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે જાણીને ચાહકો ખુબ જ ઉત્સાહિત થઈ જશે. અહેવાલો મુજબ ક્રિતી સેનન મીના કુમારીની બાયોપિકમાં જોવા મળવાની છે. જો કે ક્રિતી તરફથી હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

એક અહેવાલ પ્રમાણે, હવે બોલિવૂડમાં દિવંગત અભિનેત્રી મીના કુમારી પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. ટી-સીરીઝ દિગ્ગજ સ્ટાર પર બાયોપિક બનાવવા માટે કામ કરી રહી છે અને મીના કુમારીનું પાત્ર ભજવવા માટે ક્રિતી સેનની પસંદગી કરવામાં આવી છે.

ફિલ્મ ‘મિમી’ રિલીઝ થયા બાદ કૃતિની ગણતરી મહાન અભિનેત્રીઓમાં થવા લાગી છે. તેણે ‘મિમી’માં સરોગેટ માતાની ભૂમિકા ભજવીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીની તાજેતરની રિલીઝ પછી, તેને એક સારા કલાકાર તરીકે જોવામાં આવી રહી છે. જો તે મીના કુમારી પર બાયોપિક બનાવે છે તો તે તેના માટે મોટો પડકાર હશે.

જો બધુ બરાબર રહ્યું તો ફિલ્મ પર કામ જલ્દી શરૂ થઈ શકે છે. બાયોપિકનું નિર્દેશન કોણ કરશે તે અંગે કેટલાક નામો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.બીજી તરફ, એક OTT પ્લેટફોર્મ મીના કુમારીના જીવન પર એક વેબ સિરીઝ લાવવાનું આયોજન કરી રહ્યું છે, જેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે.

 34 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved