પેપર સરળ પૂછાતા ઉમેદવારો ખુશ જણાયા, ચોરીની બે ઘટના નોંધાઈ
અમદાવાદ સહિત 7 જિલ્લામાં અંદાજે 2.95 લાખ ઉમેદવારો પરીક્ષા LRDની પરીક્ષા આપી છે. શારીરિક કસોટી ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોની શાંતિપૂર્ણ માહોલમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. પેપર સરળ પૂછાતા પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોના ચહેરા પર ખુશી જોવા મળી. ઉમેદવારોએ કાયદો અને રેઝનિંગની વધુ તૈયારી કરી હતી, પરંતુ તે અંગેના સવાલ ઓછા હતા, જેની સામે રાજકારણને લગતા સવાલ વધુ હતા.
પરીક્ષા દરમિયાન ચોરીની બે ઘટના નોંધાઈ હતી. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ પોલીસ અધિકારીઓએ પણ પરીક્ષા કેન્દ્રની કરી મુલાકાત લીધી હતી. સવારથી જ LRDની પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પરીક્ષા પૂરી થયા બાદ લોકરક્ષક દળની ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, લોકરક્ષકની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. બે ચોરીની ઘટના સિવાય કોઈ ઘટના હજુ સુધી રીપોર્ટ થઈ નથી.
લોકરક્ષકની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે. બે ચોરીની ઘટના સિવાય કોઈ ઘટના હજુ સુધી રીપોર્ટ થયેલ નથી.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 10, 2022
વનરક્ષકની પરીક્ષામાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાનો કિસ્સો સામે આવતા LRDની પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને પેશાબ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી હતી. દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરાઈ હતી.
116 , 1