મધ્ય પ્રદેશના શિવપુરીની ઘટના, બાળકની હાલત નાજૂક
મધ્યપ્રદેશના શિવપુરીમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જન્મદિવસના કાર્યક્રમમાં બે યુવકો ગેરકાયદેસર પિસ્તોલ સાથે ફાયરિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ ટ્રિગર દબાવવામાં આવતા ગોળી 12 વર્ષના છોકરાની આંખમાં વાગી હતી. હાલત નાજુક બન્યા બાદ બાળકને ગ્વાલિયર રીફર કરવામાં આવ્યો હતો. આ ઘટના કરેરાના મચાવલી ગામની જણાવવામાં આવી રહી છે. આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વાઈરલ થયેલો આ વીડિયો 6 અને 7 એપ્રિલની રાતનો છે. કરૈરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બર્થડે પાર્ટી સમયે બે મિત્રો હવામાં ફાયરિંગ કરી રહ્યા હતા. તે સમયે એકબીજાએ રિવોલ્વરની ઝપાઝપી પણ થઈ હતી. દરમિયાન એક યુવક ડાન્સરથી થોડા દૂર થઈને રિવોલ્વર ઠીક કરી રહ્યો હતો તે સમયે ટ્રિગર દબાઈ ગયું હતું અને તે સમયે સામે બેઠેલા 12 વર્ષના એક બાળકને ગોળી લાગી ગઈ હતી. પ્રાથમિક સારવાર માટે બાળકને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ તેને ગ્વાલિયર લઈ જવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં 12 વર્ષનો ઉમાશંકર તેના પરિવાર સાથે આવ્યો હતો અને સામેથી છૂટેલી ગોળી તેના આંખમાં લાગી ગઈ હતી. ફાયરિંગ થયા બાદ ગોળી બાળકને લાગી છે તેની સ્થાનિક લોકોને થોડી ક્ષણો સુધી માલુમ જ ન હતું, પણ બાળકે ઈજાને લીધે બુમો પાડવા લાગતા આ ઘટનાની જાણ થઈ હતી. આ સાથે બન્ને યુવકોની સ્થાનિક લોકોએ જ ધરપકડ કરી લીધી હતી.
103 , 1