ગઈકાલે રાહુલે ગેહલોત અને પાયલટને ગણાવ્યાં હતા પાર્ટીની સંપત્તિ
રાજસ્થાનમાં છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટ કોઈની કોઈ વાત બાખડી રહ્યાં છે તાજા વિવાદમાં ગેહલોતે પાયલટને ગદ્દાર ગણાવ્યાં હતા જેની પર મોટી બબાલ થઈ હતી અને પાયલટ ખૂબ નારાજ થયા હતા પરંતુ બન્ને વચ્ચે સ્થિતિ કાબૂ બહાર જતી રહેલી જોતા રાહુલ વચ્ચે પડ્યા હતા અને ભારત જોડો યાત્રામાંથી ગેહલોત અને પાયલટને કોંગ્રેસની સંપત્તિ તરીકે ગણાવી દીધા બસ પછી તો રાહુલના આ શબ્દની જાદુઈ અસર પડી અને તેનું પરિણામ પણ આજે આવી ગયું.
રાહુલ ગાંધીનો પાર્ટીની સંપત્તિવાળો શબ્દ ગેહલોત અને પાયલટના દિલમાં ઉતરી ગયો અને તેમણે બન્નેએ વિવાદ સમેટી લેવાનું નક્કી કર્યું જેની પહેલા સંકેત તરીકે તેમણે બન્નેએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી અને ખુલીને વિવાદનો અંત આણ્યો હતો.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજકાલમાં રાજસ્થાનમાં પ્રવેશવાની છે અને તેને માટે કોંગ્રેસ સારી તૈયારી કરી રાખી છે. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પણ બન્ને નેતાઓએ આ વિશે વાત કરી હતી. સચિન પાયલટે કહ્યું કે રાહુલ ગાંધીની રાજસ્થાનમાં યોજાનારી ભારત જોડો યાત્રા ખૂબ જ યાદગાર રહેશે, તે એક ઐતિહાસિક યાત્રા હશે, આ યાત્રામાં દરેક ક્ષેત્રના લોકો જોડાશે. કાર્યકર્તાઓ અને નેતાઓ પણ યાત્રામાં જોડાશે.
સીએમ ગેહલોતે કહ્યું કે રાહુલજી જે સ્વરૂપે યાત્રાએ નીકળ્યા છે તેનાથી સમગ્ર દેશમાં આશાનું એક નવું કિરણ જગ્યું છે. આ યાત્રા આગામી દિવસોમાં સમાપ્ત થશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન અને ગૃહમંત્રી જે રીતે ગુજરાતમાં ઘૂમી રહ્યા છે, ત્યાં યાત્રાઓ કેમ થઈ રહી છે? તમે નર્વસ અને ગભરાયેલા સમજી શકો છો કારણ કે રાહુલ ગાંધીની મુલાકાતનો સંદેશ ખૂબ જ મહાન છે.
40 , 1