October 1, 2022
October 1, 2022

મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના વધુ રિમાન્ડ ના મંજુર કર્યા, ચૌધરી સમાજમાં ખુશીની લહેર

સરકારી વકીલે કોર્ટમાં વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની પણ રજૂઆત કરી

વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂરા થતાં વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. એસીબી દ્વારા વધુ 6 દિવસના રિમાન્ડની માગણી કરાઈ. જોકે, વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની સરકારી વકીલની કોર્ટમાં રજુઆત. હજુ આ કેસમાં કંપનીઓની તપાસ બાકી હોવાની રજુઆત.

વિપુલ ચૌધરીના રિમાન્ડ ના મંજૂર કરાતા અર્બુદા સેનાના કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી હતી. કોર્ટમાંથી બહાર આવતાં જ વિપુલ ચૌધરીએ બધાનું અભિવાદન કર્યું હતું. આ સમયે અર્બુદા સેનાના કાર્યકરોએ અર્બુદા માતાની જયના નારા લગાવ્યા હતા.

વીસનગર અર્બુદા ધામ ખાતે આજના ચૌધરી સમાજનું મહાસંમેલનનું આયોજન થયુ છે. સ્ટેજ પર ખાલી ખુરસી પર વિપુલ ચૌધરીની પાઘડી મૂકી. વિપુલ ચૌધરીને સભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ભાજપ ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવનાર ચૂંટણીમાં ભાજપમાંથી હટાવી પ્રકાશ પટેલને વીસનગરના ઉમેદવાર જાહેર કરે, તેવી માંગ ઉઠી છે. અર્બુદા ધામના મહંત ઝાખડઋષિએ નિવેદન આપ્યું છે.

મહેસાણા અર્બુદા ધામખાતે આજણાં ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું છે. સંમેલન માં મોટી સંખ્યમાં ચોધરી સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત. અર્બુદા ધામાખાતે યોજાયેલ સભામાં આંજણા સમાજને એક કરવા અને વિપુલ ચૌધરી ને છોડવવમાં કરાયું આહ્વાન. અર્બુદાધામના મુખ્ય મહંત જાખડ ઋષિએ વિપુલ ચૌધરીને છોડાવવા ઉપવાસ કરવાની કરી જાહેરાત. પાંચ દિવસ માં નહિ છોડાય તો ગાંધીનગરમા આમરણ ઉપવાસ .

 53 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved