October 1, 2022
October 1, 2022

ગેંગરેપ બાદ નગ્ન અવસ્થામાં ભટકતી રહી યુવતી, કંપારી છૂટી જાય એવો VIDEO વાયરલ

યુપીના મુરાદાબાદની શરમજનક ઘટના

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક વાયરલ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવતી નગ્ન અવસ્થામાં રસ્તા પર ચાલતી જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે પરિવારજનો દ્વારા ગેંગરેપનો આરોપ લગાવ્યા બાદ પોલીસે પાંચ યુવકો વિરુદ્ધ FIR નોંધી છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ વીડિયો ભોજપુર વિસ્તારનો છે. યુવતી નગ્ન અવસ્થામાં રસ્તા પર ચાલતી જોવા મળી રહી છે. જો કે આ વાયરલ વીડિયો સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી દેખાઈ રહ્યો.

મળતી માહિતી મુજબ રેપ બાદ પીડિતા કપડા વગર રસ્તા પર ચાલતી જોવા મળી હતી. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. વાયરલ વીડિયોમાં યુવતી કપડા વગર રસ્તા પર ચાલતી જોવા મળી રહી છે. કેટલાક બાઇક સવારો તેની આસપાસ ફરી રહ્યા છે અને ખૂબ જ આશ્ચર્યથી છોકરી તરફ જોઈ રહ્યા છે.

આ મામલામાં પોલીસે પીડિત યુવતીના ફૂઆની ફરિયાદ પર ગેંગ રેપ અને રસ્તા પર નિર્વસ્ત્ર કરી ફરાવતા લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ કેસમાં કુલ 5 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. બાળકીના માતા-પિતા માનસિક રીતે કમજોર હોવાની વાત પણ સામે આવી છે. યુવતી પણ માનસિક રીતે નબળી છે જેનો આરોપીઓએ ફાયદો ઉઠાવ્યો હતો.

આ મામલે એસપી ગ્રામીણ સંદીપ કુમાર મીણાએ માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે છોકરીના ફૂઆની તરફથી જાણકારી આપવામાં આવી હતી. આ મામલામાં 7 સપ્ટેમ્બરે કેસ નોંધવામાં આવ્યો છે. સાથે છોકરી અને તેના માતાપિતાના નિવેદન 161 અને 64 માં નોંધવામાં આવ્યા છે. જેમાં તેઓએ ઘટનાનો ઇનકાર કર્યો હતો. આમ છતાં પોલીસે વીડિયોના પુરાવાના આધારે એક યુવકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. અન્ય કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

 45 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved