ખુશીનો પ્રસંગ માતમમાં છવાયો
મોરબી જિલ્લાના હળવદના દિગડિયા ગામમાં કરૂણ ઘટના સામે આવી છે. કાંજિયા પરિવારમાં પુત્ર-પુત્રીના લગ્ન લખાય તેના એક દિવસ પહેલા જ દીવાલ પડવાની દુર્ઘટનામાં બે સગાભાઈ સહિત ત્રણ ભાઈઓના મોત નિપજતા પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.
કાંજિયા પરિવારના હકાભાઈ કાંજિયાના દીકરા-દીકરીના રવિવારે લગ્ન લખવાના હતા. જેથી હકાભાઈ, તેના વિપુલભાઈ અને પિતરાઈ ભાઈ મહેશભાઈ પ્લોટની સફાઈ કરી રહ્યા હતા. આજ સમયે બાજુના મકાનની દીવાલ અચાનક ધરાશયી થતા ત્રણેય ભાઈઓ કાટમાળ નીચે દટાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે ત્રણેયને સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, ડોકટર દ્વારા તમામને મૃત જાહેર કરવામાં આવતા પરિવાર પર આભ ફાટ્યું હતું.
95 , 1