November 29, 2022
November 29, 2022

મધર ડેરીએ ફરી એકવાર દૂધના ભાવમાં કર્યો વધારો

દૂધની ખરીદીના ખર્ચમાં થયેલા વધારાને કારણે ભાવમાં વધારો

આજથી દિલ્હી-NCRના લોકોને મોંધવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. દિલ્હી-NCR દૂધ સપ્લાય કરતી ખૂબ મોટી કંપની મધર ડેરીએ ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. ભાવમાં વધારો કર્યો છે. આ માટે કંપનીએ કાચા દૂધની ખરીદીમાં ખર્ચ વધારાને જવાબદાર ગણાવ્યો છે. ખાસ વાત એ છે કે મધર ડેરીએ આ વર્ષમાં ચોથી વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે.

આજથી દિલ્હી-NCRના લોકોએ મધર ડેરીના એક લિટર ફુલ ક્રીમ દૂધ માટે 1 રૂપિયા વધુ ખર્ચવા પડશે. તેવી જ રીતે ટોકન મિલ્કના ભાવમાં પ્રતિ લીટર રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે. મધર ડેરી દરરોજ 30 લાખ લિટરથી વધુ દૂધનો સપ્લાય કરે છે. દૂધના ભાવમાં વધારો એવા સમયે ઘરગથ્થુ બજેટને અસર કરશે જ્યારે ખાદ્ય ફુગાવો પહેલેથી જ ઊંચા સ્તરે છે.

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મધર ડેરીએ ફુલ ક્રીમ દૂધની કિંમતમાં 1 રૂપિયાનો વધારો કરીને 64 રૂપિયા પ્રતિ લીટર કર્યો છે. જોકે, કંપનીએ 500 ml પેકમાં વેચાતા ફુલ ક્રીમ દૂધના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તે જ સમયે, ટોકન મિલ્ક (જથ્થાબંધ રીતે વેચાતું દૂધ) સોમવારથી 48 રૂપિયા પ્રતિ લિટરની સામે 50 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાશે. આ વર્ષે સમગ્ર ડેરી ઉદ્યોગમાં દૂધની માંગ અને પુરવઠામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. કંપનીએ કહ્યું કે ઘાસચારાની કિંમત વધુ હોવાને કારણે તેમને પણ ખેડૂતો પાસેથી મોંઘા ભાવે દૂધ ખરીદવું પડે છે. આ ઉપરાંત મધર ડેરીએ જણાવ્યું કે પ્રોસેસ્ડ મિલ્કની માંગ વધી છે. તહેવારોની સીઝન પછી પણ માંગ અને પુરવઠાની અસંગતતાએ કાચા દૂધના ભાવ વધુ મજબૂત કર્યા છે.

 15 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved