September 27, 2022
September 27, 2022

મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, જુઓ Video

સદનસીબે તાબડતોબ આગને બુઝાવી દેવાઈ

મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતાં ટળી હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈસી-647ને ગતિ આપવા માટે લવાયેલા ટ્રેક્ટરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરા તફરી મચી ગઇ હતી. તંત્ર અને પ્રવાસીઓમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો. ગભરાટ ફેલાયો હતો. જેવું ટ્રેક્ટર ફ્લાઈટને પુશ કરવા ગયું કે તરત તેમાં આગ લાગી હતી. સળગી રહેલું ટ્રેક્ટર બરાબર ફ્લાઈટની સામે જ હતું એટલે જો જરા પણ મોડું થયું હોત તો ફ્લાઈટના પ્રવાસીઓ પર તેની અસર પડેત પરંતુ વેળાસર આગ બૂઝાવી દેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. 

આ ઘટના વી ૨૬ આર સ્ટેન્ડ પર બની હતી. મુંબઈથી જામનગર જતી ફ્લાઇટને વાહને પુશબેક આપવું પડ્યું હતું. વાહનમાં લાગેલી આગનું કારણ જાણી શકાયું નથી.

આગ લાગતા જ એરપોર્ટ ઓથોરિટી હરકતમાં આવી હતી અને તાબડતોબ ટ્રેક્ટરની આગની બૂઝાવી દેવાઈ હતી નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હતી કારણ કે જ્યારે આગ લાગી ત્યારે ફ્લાઈટમાં 70થી 80 પ્રવાસીઓ બેઠા હતા. 

 67 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved