November 29, 2022
November 29, 2022

મુંબઈના જાણીતા બિલ્ડર પારસ પોરવાલે આત્મહત્યા કરી

23મા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો

મુંબઈમાં એક પ્રખ્યાત બિલ્ડરની આત્મહત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોરવાલ ગ્રૂપ તરીકે પ્રખ્યાત મુંબઈના બાંધકામ ઉદ્યોગની મોટી હસ્તી પારસ પોરવાલે મુંબઈના ભાયખલામાં પોતાના ઘરના 23મા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો છે.

પોરવાલ બિલ્ડર એન્ડ ડેવલપર્સ ગ્રૂપ તરીકે ઓળખાતી કંપનીના ડિરેક્ટર પારસ શાંતિલાલ પોરવાલે ગુરુવાર સવારે 6 થી 7 વાગ્યાની આસપાસ આત્મહત્યા કરી હતી. બિલ્ડરનાં જીમમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. આ બનાવથી બિલ્ડર વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે. પારસ પોરવાલે દક્ષિણ મુંબઈમાં ઘણી ઈમારતો બનાવી છે. પારસ પોરવાલ દક્ષિણ મુંબઈના સૌથી પ્રખ્યાત બિલ્ડર તરીકે જાણીતા હતા. પોલીસે પોરવાલના આત્મહત્યા કેસની તપાસ શરૂ કરી દીધી છે. હાલ તેમના પરિવાર, મિત્રો, બિઝનેસ પાર્ટનરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved