:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

શહેર ટ્રાફિક પોલીસની મદદે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: બેંગ્લોર પ્રમાણે અમદાવાદમાં ટેકનોલોજીની મદદથી ટ્રાફિક સમસ્યા હળવી કરાશે

top-news
  • 09 Feb, 2024

અમદાવાદમાં રોડ પહોળા કરાયા, ફ્લાય ઓવર અને અન્ડર બ્રિજ પણ તેટલાજ છે. છતાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકટ થતી જઈ રહી છે. પહેલાની સરખામણીમાં રોડ પર વાહનોની સંખ્યા વધી રહી છે. ફોર વ્હિલરની સંખ્યા વધવાને કારણે પણ ટ્રાફિક વધી રહ્યો છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા સામે હવે શહેર ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેશે.

ટ્રાફિક પોલીસની સંખ્યા વધારી રોડ પર ટ્રાફિક પોલીસની હાજરી વધારાશે.  આ સાથે જ ટેકનોલોજીનો ઉપયોગ કરી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અંગેની માહિતી પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર મલિકે આપી છે.

શહેરમાં એસપી રિંગ રોડ પર સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે. જેને લઇને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરાયો છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગરમાં આવતો વિસ્તાર પણ અમદાવાદ શહેરમાં સમાવવા ગૃહ વિભાગને દરખાસ્ત મોકલવમાં આવી છે.

દેશમાં બેંગ્લોરમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધુ છે. ત્યારે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓને બેંગ્લોરમાં તાલીમ અર્થે મોકલવામાં આવ્યા છે. જ્યાં અધિકારીઓ ટ્રાફિક કન્ટ્રોલ માટે AI સિસ્ટમનો અભ્યાસ કર્યો છે. તેમજ  બેંગ્લોરની ટ્રાફિક પ્રણાલી પ્રમાણે અમદાવાદમાં ટેકનોલોજીની મદદથી ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો પ્રયાસ કરશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎