:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રાજકોટમાં AIIMS બાદ બનશે કિડની હોસ્પિટલ: હોસ્પિટલના સંશોધન કેન્દ્રમાં દેશ અને દુનિયાના સ્ટુડન્ટ ડોક્ટરો રિસર્ચ કરશે...

top-news
  • 09 Feb, 2024

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટી , સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ-નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સૌથી મોટું રિવરફ્રન્ટની જાહેરાત વચ્ચે ગુજરાતમાં એક નવી ડિઝાઇન વાળી હોસ્પિટલ બનવા જઈ રહી છે.  આ અનોખી કિડની આકારની હોસ્પિટલનું નિર્માણ ગુજરાતના સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં કરવામાં આવશે.

આ હોસ્પિટલની બિલ્ડીંગની ડિઝાઇન બિલકુલ કિડનીના આકારની હશે. રાજકોટમાં આ અનોખી કિડની હોસ્પિટલની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે રાજકોટને થોડા દિવસોમાં રાજ્યની પ્રથમ એઈમ્સ મળવા જઈ રહી છે. ગુજરાતની પ્રથમ એઈમ્સ પણ રાજકોટમાં બની છે.

વિશ્વની પ્રથમ કિડની આકારની હોસ્પિટલ માટે રાજ્ય સરકારે જમીન ફાળવી છે. આ હોસ્પિટલમાં એક સંશોધન કેન્દ્ર પણ હશે. જેમાં દેશ અને દુનિયાના સ્ટુડન્ટ ડોક્ટરો રિસર્ચ કરી શકશે. આ હોસ્પિટલનું નામ બીટી સવાણી કિડની હોસ્પિટલ હશે. આ હોસ્પિટલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય સારી અને આધુનિક કિડની સારવાર આપવાનો છે. સ્માર્ટ સિટી હેઠળ અમદાવાદ, દિલ્હી અને વિદેશના આર્કિટેક્ટ્સ કિડની આકારના ટ્વીન ટાવર બનાવશે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં કિડનીના રોગોની સારવારના 21 વર્ષ પૂરા કર્યા બાદ સવાણી કિડની હોસ્પિટલે આ હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું છે. વર્ષ 1998માં, સૌરાષ્ટ્ર વિસ્તારમાં કિડનીના રોગોની દુર્દશાને ધ્યાનમાં રાખીને, ડૉ. પ્રદીપભાઈ કણસાગરા, દેવજીભાઈ પટેલ, જયંતિભાઈ ફાળદુ, રમેશભાઈ પટેલે સૌરાષ્ટ્ર કિડની સંશોધન સંસ્થા, રાજકોટ નામના ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ત્યાર બાદ રાજકોટમાં બીટી સવાણી કિડની હોસ્પિટલ બનાવવામાં આવી હતી.

નવી હોસ્પિટલના નિર્માણથી દુર દુરથી લોકો કિડનીની સારવાર માટે રાજકોટ આવી શકશે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આવી સ્થિતિમાં રાજકોટની એઈમ્સનું લોકાર્પણ થવાની તૈયારી છે ત્યારે અનોખી કીડની હોસ્પિટલના નિર્માણથી રાજકોટમાં વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

યોગાનુયોગ છે કે વિશ્વની પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટી પણ ગુજરાતમાં છે. વર્ષ 2015માં, અમદાવાદ, ગુજરાતમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) શરૂ કરવામાં આવ્યું હતું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎