:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ગૃહમંત્રી આજે ગુજરાતમાં, કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ : અમદાવાદમાં ઔડા અને AMCના વિવિધ 7 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમૂર્હુત ...

top-news
  • 12 Feb, 2024

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે.  ગૃહપ્રધાન અમિત શાહ રૂ.1,548.42 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અમદાવાદમાં ઔડા અને AMCના વિવિધ 7 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમૂર્હુત કરશે.

અમિત શાહના હસ્તે 39 જેટલા લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થશે. જેમાં 899.05 કરોડ રુપિયાના 35 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને રૂ.649.37 કરોડના વધારાના 23 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. પ્રથમ સવારે 10 કલાકે થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.

ત્યારબાદ  તેઓ રામદેવ પીર ટેકરા ખાતે 444 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરેલા 588 આવાસનું લોકાર્પણ કરશે.ઉપરાંત તેઓ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના પૂર્વ-પશ્ચિમ ઝોનમાં વિકાસકાર્યોની ભેટ આપશે.અને ગાંધીનગર પ્રીમિયર લીગના ઉદઘાટન સમારોહમાં પણ હાજરી અપાશે 
 
ગૃહમંત્રીના આજના મુખ્ય કાર્યક્રમમાં થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત EWS 588 આવાસોનું લોકાર્પણ, AMC બોર્ડની નવનિર્મિત વાડજ શાળા નં-1નું લોકાર્પણ,  સ્વ. પ્રકાશચંદ્ર પાઠક માર્ગ નામકરણ કાર્યક્રમમાં હાજર, AMCના વિકાસલક્ષી વિવિધ કામોની ભેટ અને જાહેરસભા, નારાયણ ઈન્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી જેતલપુરનું ઉદઘાટન તેમજ  ગાંધીનગર પ્રીમિયર લીગનું ઉદઘાટન સામેલ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎