:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

હાટકેશ્વર સ્મશાન ગૃહ માંથી પોલીસને દારૂનું ગોડાઉન મળ્યું દારૂની હેરાફેરી કરનાર રાજકીય પાર્ટી સાથે જોડાયેલા કાર્યકરની ધરપકડ

top-news
  • 16 Feb, 2024

સામાન્ય રીતે બુટલેગરો દારૂનો જથ્થો સંતાડવા ઘરમાં કે કારમાં ચોરખાનું બનાવતા હોય છે.  તો અમુક વખત અવાવરું જગ્યાએ પણ દારૂનો જથ્થો સંતાડવામાં આવતો હોય છે, પરંતુ અમદાવાદમાં એક્ સ્મશાન ગૃહમાં સંતાડેલો દારૂનો જથ્થો પોલીસને મળી આવ્યો છે. સ્મશાન ગુહની અંદર સીએનજી ભઠ્ઠી નીચે આવેલા ભોંયરામાં આ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. પોલીસે દારૂની હેરાફેરી કરનાર રાજકીય પાર્ટી સાથે જોડાયેલા કાર્યકરની પણ ધરપકડ કરી છે.

સ્મશાન ગૃહ એટલે કે જીવનનો અંતિમ પડાવ. માણસના મૃત્યુ બાદ તેની અંતિમ વિધિ સ્મશાન ગૃહમાં થતી હોય છે અને અત્યારે મોટાભાગના સ્મશાન ગૃહમાં ઇલેક્ટ્રીક ભઠ્ઠીઓ દ્વારા અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે. આમ તો સ્મશાન ગૃહ પણ એક પવિત્ર જગ્યા માનવામાં આવે છે, પણ આ સ્મશાન ગૃહમાંથી જો દારૂનું ગોડાઉન મળી આવે તો. આવુ જ બન્યુ છે અમદાવાદના ખોખરામાં. જ્યાં પોલીસે દારુનો જથ્થો જપ્ત કરીને આરોપીને ઝડપી લીધો છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર સ્મશાન ગૃહ માંથી પોલીસને દારૂનું ગોડાઉન મળી આવ્યું છે. સ્મશાન ગૃહમાં આવેલી અગ્નિદાહ આપવા માટેની સીએનજી ભઠ્ઠી નીચે આવેલા ભોયરામાં મોટી માત્રામાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ખોખરા પોલીસને માહિતી મળતા સ્મશાન ગૃહમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ખોખરા પોલીસે સ્મશાનમાં કર્મચારી તરીકે રહેતા અક્ષય વેગડ તેમજ રાજન વેગડની ધરપકડ કરી છે.

ખોખરા પોલીસે સ્મશાન ગૃહમા રહેતા અક્ષય વેગડ અને એક કિશોરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અક્ષય વેગડ સ્મશાનમાં રહી સફાઈ કામદારની નોકરી કરે છે. તેમજ તે ભારતીય જનતા પાર્ટીમાં ખોખરા વોર્ડનો અનુસૂચિત જાતિનો પ્રમુખ પણ છે. આરોપી અક્ષય વેગડ ભાજપમાં અનેક નેતાઓ સાથે સંપર્ક ધરાવે છે. જોકે દારૂના જથ્થા સાથે પોલીસે અક્ષય વેગડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામા આવ્યું છે કે અક્ષય વેગડ વિરુદ્ધ અગાઉ ખોખરા પોલીસ મથકમાં અલગ અલગ બે ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે હવે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે અક્ષય વેગડ દ્વારા સ્મશાન ગૃહમાં રાખેલો દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કોને કોને આપવાનો હતો. આ ઉપરાંત અક્ષય વેગડ દારૂના ગોડાઉન તરીકે સ્મશાન ગૃહનો ઉપયોગ કેટલા સમયથી કરી રહ્યો છે, જેવા અલગ અલગ મુદ્દાઓ પર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎