:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સાબરમતીના પાણીની ગુણવત્તામાં ૩૦% થી વધુનો સુધારો : વન-પર્યાવરણ રાજ્ય મંત્રી: તમામ નદીઓને પ્રદૂષણ મુક્ત કરવા સરકાર કટિબદ્ધ...

top-news
  • 27 Feb, 2024

સાબરમતી નદીના પ્રદૂષણ માટે નામદાર હાઇકોર્ટમાં થયેલ PIL ના પગલે આ તમામ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટનું NEERI જેવી રાષ્ટ્રની પ્રથમ પંક્તિની પર્યાવરણ સંસ્થા પાસે અભ્યાસ કરાવડાવી સીઇટીપીમાં સુધારો વધારો કરવામાં આવ્યો છે.આ સુધારાને પરીણામે હાલમાં મેગા પાઈલપાઈન જે કે આ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટના પાણીનું વહન કરે છે તેની ગુણવત્તામાં છેલ્લા ૨ વર્ષમાં અંદાજે ૩૦% થી વધુ સુધારો આપણે મેળવી શક્યા છીએ

હાલમાં સીપીસીબી દ્વારા નિયત કરેલ ધારાધોરણ કરતા લગભગ નજીકની ગુણવતાનું ઔદ્યોગિક પાણી સાબરમતી નદીમાં નિકાલ કરવામાં આવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘરગથ્થા પાણીના નિકાલ માટે એસ.ટી.પી.બનાવવામાં આવેલ છે જેના આધુનિકીકરણની કામગીરી વલ્ડૅ બેન્કની સહાયથી ચાલી રહી છે.

આમ, સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રયત્નોને પરિણામે હાલ સાબરતમી નદીનાં પાણીની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો થ‌ઈ રહ્યો છે.સરકાર સાબરમતી સહિત તમામ નદીઓને પ્રદૂષણ મુક્ત કરવા કટીબદ્ધ છે તેમ, વિધાનસભા ગૃહમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું.

મંત્રી મુકેશભાઈ પટેલે ગૃહમાં વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે , સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વર્ષ ૨૦૧૮માં જાહેર કરેલ દેશની ૩૫૧ નદીઓનાં પટ્ટાઓમાંથી ગુજરાતની જાહેર કરેલ ૨૦ નદીનાં પટ્ટાઓમાંથી ૦૮ નદીને પ્રદુષણ મુક્ત જાહેર કરી છે. વર્ષ ૨૦૨૨માં જાહેર કરેલ રીપોર્ટ મુજબ ફક્ત ૧૩ નદીઓ જ બાકી રહી છે. જેને સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત કરવા સરકાર પ્રતિબદ્ધ છે. આ ૧૩ નદીઓ પણ પ્રદૂષણ મુક્ત બને તે દિશામાં ગુજરાત સરકાર કામ કરી રહી છે.

મંત્રીએ વધુમાં, કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ જેવી કે, CETP વિગેરે દેશમાં અગ્રસ્થાન ધરાવે છે.જો કોઈ પણ ઔદ્યોગિક ગૃહો કે સંસ્થાઓદ્વારા પર્યાવરણીય કાયદાનું ઉલ્લબંધન કરવામાં આવશે, તો કોઈને પણ છોડવામાં આવશે નહીં અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ સરકાર પાછી પાની નહીં કરે તેમ‌ મંત્રીએ ઉમેર્યું હતું.

સાબરમતી નદીમાં પાણી પ્રદૂષણનો પ્રશ્ન અંગે મંત્રીએ ગૃહમાં કહ્યું હતું કે,સાબરમતી નદીમાં પાણી પ્રદૂષણ માટે મુખ્ય બે કારણો છે.જેમાં ઔદ્યોગીક પાણીનો નિકાલ અને ઘરગથ્થુ પાણીનો નિકાલ.ઔદ્યોગીક પાણીનો પ્રશ્ન છે તો, અમદાવાદ શહેરમાં વટવા, ઓઢવ, નરોડા, નારોલ, દાણીલીમડા, જેવા ઔદ્યોગીક વિસ્તારો આવેલા છે.આ ઔધોગીક વસાહતોમાં મુખ્યત્વે લઘુ તથા સુક્ષ્મ એકમો આવેલા છે. 

આ ઔદ્યોગીક એકમોમાંથી નીકળતા ઔદ્યોગીક ગંદાપાણીને ૮ જેટલા સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટમાં ટ્રીટ કરીને સાબરમતી નદીમાં નિકાલ કરવામાં આવે છે.રાજય સરકાર સાબરમતીનાં પાણી પ્રદૂષણને લઈને ખુબ જ ચિંતીત છે. આ પાણીનાં પ્રદૂષણનાં સુધારાને લઇને સરકાર સતત પ્રયત્નશીલ છે. આજ કડીમાં કેબિનેટ મંત્રી અને મારા દ્વારા આ વિભાગમાં મંત્રી તરીકે આ વસાહતના કેટલાક સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટની તથા મેગા પાઈપલાઈનની ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમાં જવાબદાર અધિકારીઓ તથા ઉદ્યોગ ગૃહોનાં પ્રતિનિધીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎