:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

યુવાનોના વિદેશ ભણવા જવાના અભરખા: CID ક્રાઈમના દરોડા, અમદાવાદ, ગાંધીનગર - વડોદરામાં વિઝા કન્સલ્ટન્સીની 18 ઓફિસોની તપાસ ..

top-news
  • 13 Mar, 2024

ગુજરાતી યુવાનોનો વિદેશમાં ભણવા જવાનો અને ત્યાં સ્થાયી થવાનો ક્રેઝ હાલ ખૂબ વધ્યો છે. તેમના આ અભરખાને કારણે છેતરપિંડીની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે.  વિદેશોમાં નોકરી સહિતની લાલચો આપીને ઘણા એજન્ટો તેમજ કન્સલ્ટન્સીના માલિકો યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. આ બધાની વચ્ચે CID ક્રાઇમના અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વિઝા કન્સલ્ટન્સીની 18 ઓફિસમાં રેડ કરીને તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં અસલી ડિગ્રી પડાવી લઈ નકલી દસ્તાવેજો પર ઓસ્ટ્રેલીયા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ અંગે આંબાવાડીની નેપ્ચ્યુન કન્સલ્ટન્સીમાંથી 3571 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા. મહત્વનું છે કે, CID ક્રાઈમએ ઓસ્ટ્રેલિયા જતા 2 વિદ્યાર્થીઓની તપાસ કરતા કૌભાંડ સામે આવ્યું છે.રાજ્યમાં નકલી દસ્તાવેજો પર ઓસ્ટ્રેલીયા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે.

વિગતો મુજબ CID ક્રાઇમની ટીમે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વિઝા કન્સલ્ટન્સીની 18 ઓફિસમાં દરોડા પાડ્યા છે. . આ સાથે CID ક્રાઈમએ ઓસ્ટ્રેલિયા જતા 2 વિદ્યાર્થીઓની તપાસ કરતા મામલો ખુલ્યો હોવાનું પણ સામે આવ્યું છે. CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે, વિદ્યાર્થીઓએ કુડાસણની ઉમીયા ઓવરસીઝના માલિકને ધો.10 અને 12ની માર્કશીટ, ડોક્યુમેન્ટ્સ અસલી આપ્યા હતા.

જેમાં સચિન ચૌધરી અને મિહિર રામીની તપાસમાં આ સમગ્ર ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થીઓએ નોટરીનું સોગંદનામુ અને તમામ દસ્તાવેજો અસલી આપ્યા હતા. બંનેના પરિવારજનોએ વિઝા કન્સલટન્ટ વિશાલ પટેલને 3-3 લાખ પણ આપ્યા હોવાનું ખૂલ્યું છે. જેને લઈ હવે CID ક્રાઇમે વિશાલ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎