:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

“અંજુ કી જાપાન ડાયરી” પુસ્તકનું વિમોચન : મુકેશ એમ. પટેલ દ્વારા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન..

top-news
  • 01 Apr, 2024

ભારતમાં જાપાનના પ્રથમ માનદ કોન્સલ શ્રી મુકેશ એમ. પટેલના સન્માન સમારોહનું આયોજન ગુરુવાર, ૨૮ માર્ચ ૨૦૨૪ના રોજ સાંજે ૬.૩૦થી ૭:૪૫ વાગ્યા સુધી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં કરવામાં આવ્યું હતું. 

એએમએ દ્રારા સન્માન સમારોહની સાથે ગુરુવાર, ૨૮ માર્ચ ૨૦૨૪ના રોજ સાંજે ૬.૩૦થી ૭:૪૫ વાગ્યા સુધી શ્રીમતી અંજના શિનોડા દ્રારા લખાયેલ “અંજુ કી જાપાન ડાયરી” પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.  જાપાનના માનદ કોન્સ્યુલ શ્રી મુકેશ એમ. પટેલ, પ્રમુખ, ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન (IJFA), ગુજરાત અને ડૉ. સાવન ગોડિયાવાલા, પ્રમુખ, એએમએ (AMA) આ પુસ્તકનું વિમોચન કર્યું હતું અને શ્રીમતી અંજના શિનોડાએ તેમની પ્રેરણાદાયી સફર વિશે વાત કરી ત્યાર બાદ તેમના આ પુસ્તક વિશેના વિચારો રજુ કર્યા હતા.

શ્રીમતી અંજના શિનોડાનો જન્મ ૧૯૬૩માં કોટા, રાજસ્થાનમાં થયો હતો અને તેમણે ૧૯૮૮માં એક જાપાનીઝ પુરુષ સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ પુત્રીઓ છે. તેઓ અંગ્રેજી, જાપાનીઝ ભાષા શીખવવાની સાથે જાપાનમાં હોટ સ્પ્રિંગ્સ, સ્થાનિક પ્રવાસો અને જાપાનીઝ ભોજનનો આનંદ માણે છે. તેઓ એએમએમાં જાપાનીઝ ભાષા અને જાપાનીઝ રસોઈકળાના વર્કશોપનું આયોજન પણ કરે છે. 

વધુ વિગતો માટે કૃપા કરીને અમને ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર કૉલ કરો અથવા અમારી વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎