ગોથાણના નાળા પાસે ટેન્કરે -કન્ટેનરને ટક્કર મારતા એકનું મોત સાંકડા નાળા પર છાશવારે અકસ્માત સર્જાય છે
- 03 Apr, 2024
હાલમાં રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સુરત નજીક બની હતી ,મળતી માહિતી મુજબ આ અકસ્માતની ઘટના સુરતના ગોથાણ ગામ પાસેના નાળા પર બની હતી , જે અકસ્માતની ઘટના બની તેમાં ટેન્કર ચાલકે પાછળથી કન્ટેનરને ટક્કર મારી છે. ટક્કર બાદ કન્ટેનર નાળા પરથી નહેરમાં ખાબક્યુ હતુ. અકસ્માતમાં કન્ટેનર ચાલકનું ઘટનાસ્થળે મોત થયુ છે.
નહેરનાં સાંકડા નાળા પર છાશવારે અકસ્માત સર્જાય છે. માર્ગ મકાન વિભાગ અને મનપાની લડાઈમાં નાળાનું કામ બાકી હોવાથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે. વાહનચાલકો જોખમી નાળા પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ