:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

શહેરના 60 રૂટ પર હવે દોડશે ડબલ ડેકર ઇલેક્ટ્રિક ડબલ ડેકરની લોકપ્રિયતા-પર્યાવરણ સુધારણા હેતુ

top-news
  • 11 Apr, 2024

અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના હાર્દ સમા આશ્રમ રોડ પર ટ્રાઈલ ધોરણે ડબલ ડેકર શરૂ કરવામાં આવી હતી. સમય જતાં આ સેવાને સમાન્ય જનતાનો સારો એવો પ્રતિસાદ સાંપડ્યો તેથી હવે કોર્પોરેશને આ સેવાને વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરને 60 જેટલા રૂટ માટે ડબલ ડેકર બસની સોગાત મળવાની શક્યતાઓ જણાઈ રહી છે. 

પહેલા AMTS વાસણાથી ચાંદખેડાના રૂટ પર ડબલ ડેકર શરૂ કરાઇ હતી હવે ત્યારબાદ બીજા રૂટ પર પણ ડબલ ડેકર બસો દોડવાની વિચારણા ચાલુ છે.  મહત્વનું છે કે, બજેટમાં ફક્ત સાત બસો ચલાવવાનું આયોજન હતું પરંતુ પર્યાવરણને ધ્યાનમાં લઈને હજી વધુ 60 જેટલા રૂટ પર ડબલ ડેકર બસોની શરૂઆત કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 

AMTS દ્વારા પર્યાવરણ અને મુસાફરોની સવલતને ધ્યાને રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં અમદાવાદમાં ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની શરૂઆત કરાઇ હતી. જોકે હવે આ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસને સામાન્ય જનતાઓ સારો એવો પ્રતિસાદ સપડાતા તેની લોકપ્રિયતા પુષ્કળ વધી રહી છે . તેની સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખવાના ઉમદા હેતુસર નવી 60 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં સાત જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ લાવવામાં આવી છે તે ખાનગી ઓપરેટરોને સોંપી દેવાઇ છે. આવી સ્થિતિમાં નવી 60  ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આ‌વનાર છે તે ખાનગી ઓપરેટરોને જ ચલાવવા અપાશે કે કેમ તેનો નિર્ણય હજુ લેવાયો નથી. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎